નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે મિડીયા સર્ટીફિકેશન એન્ડ મિડીયા મોનીટરીંગ કમિટી (MCMC)ની રચના

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકસભા ચૂંટણી ની ચૂંટણી જાહેરાત પછી તરત જ મોનીટરીંગ કમિટી કાર્યરત

પ્રોબેશનરી અધિકારી સુશ્રી પ્રતિભા દહિયાએ તાજેતરમાં જ મિડીયા સર્ટીફિકેશન એન્ડ મિડીયા મોનિટરીંગ સેન્ટરની કામગીરીનું કરેલુ ઝીણવટભર્યુ નિરીક્ષણ કરી સંતોષ વ્યકત કર્યો

નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત MCMC રચના કરાઇ છે. ચૂંટણીની જહેરાતથી ચૂંટણી મતદાન પ્રકિયા પૂર્ણ થાય ત્યા સુધી આ સમિતિ દેખરેખ રાખશે. આગામી તા.૦૭ મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચુંટણીઓ-૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં ૨૧- છોટાઉદેપુર (અ.જ.જા.) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ અને ૨૨-ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રચાર માધ્યમ ઉપર પેઇડ ન્યુઝ પ્રદર્શિત/પ્રસારિત કરવા પર નિયંત્રણ નિરીક્ષણ રાખવા માટે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાએ જિલ્લા સેવાસદન, કલેકટર કચેરી, ભોંયતળીયે- રાજપીપલા ખાતે મિડીયા સર્ટીફિકેશન એન્ડ મિડીયા મોનિટરીંગ કમિટીની (MCMC) રચના કરવામાં આવી છે.

જેમાં માહિતી ખાતાના સભ્ય સચિવ તરીકે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછાર, સભ્ય તરીકે મદદનીશ ચૂંટણી અધિકારી ૨૧- છોટાઉદેપુરા (અ.જ.જા.) લોકસભા મતવિભાગ અને પ્રાંત અધિકારી-નાંદોદ કિશનદાસ ગઢવી તેમજ સોશિયલ મિડિયા નિષ્ણાત/મધ્યસ્થી નિષ્ણાત NIC ના ડી.આઈ.ઓ શ્રીમતી ફોરમ ઝવેરની નિમણૂંક કરાઇ છે. જિલ્લા કક્ષાએ શરૂ કરવામા આવેલ મિડીયા સર્ટીફિકેશન એન્ડ મિડીયા મોનિટરીંગ સેન્ટરમાં ઈલક્ટ્રોનીક મીડીયા, કેબલ/નેટવર્ક તથા સમાચારો નિહાળવા, તેનુ રેકોડીંગ કરવા જેવી કામગિરી કરવામાં આવી રહી છે.

મિડીયા સર્ટીફિકેશન એન્ડ મિડીયા મોનિટરીંગ સેન્ટરમાં ફરજ પર નિમણુંક થયેલા અધિકારીઓને માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક દર્શન ત્રિવેદી દ્વારા એક દિવસની તાલીમ આપવામા આવી હતી. અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને આ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ અંગેના સમાચારોની નોંધણી કરવા જણાવ્યું હતું.

તાજેતરમાં જ પ્રોબેશનરી અધિકારી સુશ્રી પ્રતિભા દહિયા દ્વારા મિડીયા સર્ટીફિકેશન એન્ડ મિડીયા મોનિટરીંગ કંટ્રોલ સેન્ટરની કામગીરીનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કર્યું હતું અને મિડીયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલી ચૂંટણીલક્ષી વિવિધ આંકડાકીય વિગતો તેમણે રસપૂર્વક નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભુમિકા રાઓલ અને સહાયક માહિતી નિયામક દર્શન ત્રિવેદી પણ તેમની સાથે જોડાયાં હતાં. અને કરવામાં આવી રહેલી કામગીરીથી વાકેફ કરી માહીતી પુરી પાડી હતી.

આ મુલાકાત વેળાએ સહાયક માહિતી નિયામક દર્શન ત્રિવેદીએ MCMC સેન્ટર ખાતે થઇ રહેલી કામગીરી અને તેની કાર્યપધ્ધતિ અંગે જાણકારી આપી હતી. તદ્ઉપરાંત મિડીયા સેન્ટર ખાતે પ્રદર્શિત કરાયેલી ચૂંટણીલક્ષી રસપ્રદ વિવિધ આંકડાકીય વિગતોથી સુશ્રી પ્રતિભા દહિયાને વાકેફ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here