આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનો જ રાજ બંધારણની અનુસુચિ 5 માં જોગવાઈ સરકારોએ કોરાણે ચઢાવી : ધારાસભ્ય મહેશ વસાવા

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

અનુસુચિ વિસ્તારમાં પ્રવેશવા વડાપ્રધાનને પણ પરવાનગીની જરૂરની થયેલ ચર્ચા

રૂઢિગત ગ્રામસભાને પડકારવાની સંસદ પાસે પણ સત્તા નહીં

રાજ્યસભાની ચૂંટણી બાદ આજે ફરી એક વાર દેડિયાપાડા તાલુકામા 5 મી અનુસૂચિની માંગ બુલંદ બની

આજરોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોકમ ગામે 5 મી અનુસૂચિના ચુસ્તપણે અમલવારી માટે ગ્રામ પંચાયતના સરપંચશ્રીની અધ્યક્ષતામાં રૂઢિગત ગ્રામસભા મળી હતી, જેમા BTP ના ધારાસભ્ય મહેશ વસાવા, આમુ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશ વસાવા (મનકો) ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં સરપંચો, સહિત આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં આમંત્રિત ટ્રાયબલ એડવાઈઝરી કમિટી ( TAC) ના સભ્ય અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવાએ રૂઢિગત ગ્રામસભાનું ગઠન, તેના બંધારણીય અધિકારો, શાસનની પ્રાવધાન વિશે લોકોને સરળ ભાષમાં માહિતગાર કર્યા હતા.

૧૯૩૫ મા પણ આદિવાસી વિસ્તારને Partially Excluded અને Excluded વિસ્તારો નક્કી કરી આ વિસ્તારના સંશાધનો જેવા કે જળ, જંગલ,જમીન અને ખનીજ પર સ્વશાસનનો અધિકાર આપવામાં આવ્યો. ૧૯૫૦ મા આઝાદ ભારતના બંધારણમા Excluded વિસ્તારને અનુસૂચિ ૬ અને Partlally Excluded ને અનુસૂચિ ૫ મા સમાવેશ કરી આદિવાસીઓને પરંપરાગત અધિકારોની સ્વીકૃતિ આપેલ છે તેની અમલીકરણની જવાબદારી રાજ્યપાલ શ્રી, રાષ્ટ્રપતિ શ્રી, તેમજ ટ્રાયબલ એડવાઇઝર કમિટીને આપવામાં આવેલ છે.
મહેશ વસાવાએ વિશેષમા જણાવેલ કે “આબુઆ દિશુમ આબુઆ રાજ” આપણા ગામમાં આપણું રાજ અનુસુચી વિસ્તારોમાં આદિવાસીઓ નુ જ રાજ હોવું જોઈએ એવી જોગવાઈ આદિવાસી વિસ્તારોમાં ફક્ત આદિવાસીઓની જ સરકાર ચાલશે અહી લોકસભા કે વિધાનસભાના કાયદા લાગુ પડશે નહિ. રૂઢિગત ગ્રામસભાએ કરેલા ઠરાવોને સંસદ સભા પણ પડકારી શકે નહિ એવી જોગવાઈ અનુસૂચિ 5 મા કરવામાં આવેલ છે.
અનુસૂચિત વિસ્તારમાં દરેક સરકારી નોકરીમા 100% રિઝર્વેશન આદિવાસીઓ નું હશે. પટાવાળાથી લઇ કલેકટર સુધી આદિવાસી જ હશે.
અનુસૂચિત વિસ્તારોમાં વેપાર – ધંધા જેમ કે ચાયની દુકાન, પાનની દુકાન, કપડાંની દુકાન, કાચામાલની દુકાન જેવી દરેક દુકાનો આદિવાસીઓ જ ખોલી શકશે ગેર આદિવાસીઓ ધંધો કરી શકે નહિ.
અનુસૂચિત વિસ્તારોમાં જમીનની નીચે લોખંડ, સોનું, ચાંદી, કોલસો, બોકસાઈડ જેવી તમામ ધાતુઓ તથા જંગલો, નદીઓ, તળાવો, પહાડો, વીજળી, ખનીજો, વન્યપેદાશો પર આદિવાસીઓની જ માલિકી હશે સરકારને પણ જરૂર હશે તો વેચાતું લેવું પડશે.
અનુસૂચિત વિસ્તારોમાં કલેક્ટર કે દેશના પ્રધાનમંત્રી પણ પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં. અનુસૂચિત વિસ્તારોમાં નગર પાલિકા ગેર સંવેધાનિક છે. જેવી જોગવાઈઓ 5 મી અનુસૂચિત વિસ્તારોમાં કરવામાં આવેલ છે. જેવા મુદ્દા ઓ ને લઇને ચર્ચા કરવામા આવી હતી.
આજની રૂઢિગત ગ્રામસભા મા 5 મી અનુસૂચિ તાલુકા અમલવારી સમિતિનું પણ સર્વાનુમતે ગઠન કરી ઠરાવો કરી જિલ્લા પંચાયત, રાજ્યપાલશ્રી ને મોકલી આપવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સભાની ચૂંટણીમાં BTP એ કોગ્રેસ સહિત ભાજપાને મત ન આપી મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જેથી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવેલ અને પાર્ટીને આદિવાસીઓ વિરૂદ્ધ ગણાવવામાં આવી હતી ત્યારે આજરોજ તેણે આદિવાસીઓની વચ્ચે જઇ અનુસુચિત વિસ્તારમાં આદિવાસીઓના હક્કોનો મુદ્દો ઉઠાવી આદિવાસી સમાજમા ગુમાવેલી પ્રતિષ્ઠા પરત મેળવવાનુ જોરદાર સોગઠુ ગોઠવી અન્ય રાજકીય પક્ષોને તેઓના આદિવાસીઓને બંધારણીય અનુસુચિઓ અનુસાર મળેલા હક્કો મામલે શુ મંતવ્યો છે તે જાણવા અને અંગેનો એક પડકાર જ ફેંકયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here