નર્મદા જીલ્લાના નિગટની રામેશ્વર હોટલ પાસેના મુખ્ય માર્ગ ઉપર પુરપાટ ઝડપે દોડતી કારે મોટર સાઈકલને ઉડાવી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મોટરસાઈકલ ચાલક ની હાલત ગંભીર સારવાર માટે દવાખાનામાં દાખલ -કાર ચાલક પોતાની કાર લઇને ફરાર

નર્મદા જીલ્લા દેડિયાપાડા તાલુકા ના નિગટ ગામ પાસે થી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર પુરપાટ ઝડપે દોડતી કારે મોટરસાઈકલ ને અડફેટે લેતાં મોટરસાઈકલ સવાર માર્ગ ઉપર ફંગોળાતા ગંભીર રીતે ધાયલ થયો હતો, જ્યારે કાર ચાલક પોતાની કાર લઇને ફરાર થઈ ગયો હતો .

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પાસે આવેલ નિગટ ગામ પાસે આવેલ રોડ ઉપર ની રામેશ્વર હોટલ પાસે ના મુખ્ય માર્ગ ઉપર થી મોટરસાઈકલ નંબર GJ 22 M 6367 ઉપર સવાર થઇને વિપુલભાઈ નામનો ઇસમ સામે ની સાઈડે થી આવી રહ્યો હતો ત્યારે કાર નંબર GJ 05 CJ 5485 ના ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવતા સામે થી આવતી મોટરસાઈકલ ને ઉડાવી હતી જેથી મોટરસાઈકલ ઉપર સવાર વિપુલભાઈ રોડ ઉપર ફંગોળાતા તેને માથા મા છાતી ના ભાગે તેમજ શરીર ના અન્ય ભાગે ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે દવાખાનામાં લઇ જવાયો હતો જયા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કાર મોટરસાઈકલ સાથે એટલા જોર થી ભટકાઇ હતી કે કાર ની નંબર પ્લેટ પણ તુટી જવા પામી હતી. અને અકસ્માત સ્થળે જ નંબર પ્લેટ પડી હતી જયારે કાર ચાલક પોતાની કાર લઇને ફરાર થઈ ગયો હતો . સમગ્ર મામલે દેડિયાપાડા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here