નર્મદા : જિલ્લામાં વીજ કંપનીના પાપે આદિવાસીઓને પીવાના પાણીની સમસ્યા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની યોજનામા પાણીની ટાંકીઓ બનીને તૈયાર

વીજ કંપની દ્વારા ટાંકીઓ પાસે ટી.સી. નાખવાની પ્રક્રીયામા વિલંબથી ભરઉનાળે 15 જેટલા ગામમા પાણીની વિકટ સમસ્યા

ટી .સી. ફીટ કરી તવરિતજ પાણી પુરું પડાય :- જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા

નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકા માટે પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની જુથ પાણી પુરવઠા યોજના અમલી બનેલ છે. યોજના અંતર્ગત અંતરિયાળ ગામડાના આદિવાસીઓને પીવાના પાણી મળી રહે એ માટે કરોડો રૂપિયા ના ખર્ચે સરકાર દ્વારા યોજના મંજૂર કરેલ છે.

પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની યોજના અંતર્ગત અંતરિયાળ ગામડાઓ જેવા કે પાટડી , દેવીપાડા , સાબુની , મોટી બેવડાણ ,નવાગામ , રોહા ,ગાળ દે , બાપુનગર ,મોસકુટ , કાટીપાણી , જામની ,સજનવાવ જેવા 15 જેટલા આદિવાસી વસવાટ ધરાવતા ગામડાઓમાં લોકો માટે , ઢોર ઢાંખર માટે પાણી ની સમસ્યા વીજ કંપની ના પાપે ઉભી થઈ રહી છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા આ ગામમાં પાણી ના સ્ટોરેજ ની ટાંકીઓ ક્યારનીય બનાવી દેવામાં આવે લ છે ,ટાંકીઓ પાસે વીજ કંપની એ વીજળો ના ટી.સી. નાખવાની પ્રક્રીયા મા વિલંબ થી કરોડો રૂપિયા ની સરકારી યોજના ના લાભ થી લોકો વંચિત છે. આગ ઓકતી કાળઝાળ ગરમી માં લોકો પાણી માટે વલખાં મારી રહયા છે.

જો વીજ કંપની ટી. સી. ઓ ફીટ કરી વીજળી નો સપ્લાય ચાલુ કરે તો તરતજ આ ગામમાં પાણી ની સમસ્યા હલ થાય તેવું છે, નર્મદા જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ ના ચેરમેન બહાદુર વસાવા એ આ મામલે વીજ કંપની ના ઇજનેર ને લેખિતમાં જાણ કરી આ વિસ્તારમાં પાણી ની સમસ્યા નો હલ લાવવાની માગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here