નર્મદા જિલ્લામાં તા. ૧૧ મી ના રોજ RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૦૨ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૭ દરદીઓને આજે રજા અપાઇ

આજની સ્થિતિએ હોમ આઇસોલેશનમા ૧૦ દરદીઓ, CHC ખાતે ૦૧ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૦૧ દરદીઓ સહિત કુલ-૧૨ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૪,૩૨૦ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૭૪ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૧ મી જૂન, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટી૨ન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૭ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, આજની સ્થિતિએ હવે હોમ આઇસોલેશનમા ૧૦ દરદીઓ ઉપરાંત CHC ખાતે ૦૧ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૦૧ દરદી સહિત કુલ-૧૨ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૬૧૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૭૨ સહિત કુલ-૧૦૮૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૧ મી જુન, ૨૦૨૧ ના રોજ શંકાસ્પદ ૦૧ દરદીનું મૃત્યુ થયેલ છે. આમ, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૧ મી જૂન, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૪, ૩૨૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૧૭૪ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૨૫૩૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૭૧૫૦ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here