નર્મદા જિલ્લામાં કોવિડ-19 નાવધુ સાત કેસો વધતા કુલ 9 પોઝિટિવ કેસો નોંધાયા….

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરી.

નર્મદા જિલ્લો ગ્રીન ઝોનમાંથી ઓરેન્જ ઝોનમા મુકાયો.

મહારાષ્ટ્રની બોર્ડરને સીલ કરાઇ, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું.

ગરૂડેશ્વર તાલુકાના છ ગામોને બફર ઝોન જાહેર કરાયા.

નર્મદા જિલ્લામાં 21 દિવસના લોકડાઉન દરમિયાન કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન હતો અને નર્મદા જિલ્લાનું સમાવેશ ગ્રીન ઝોનમાં કરાયું હતું, પણ ગઈકાલે લોકડાઉનના બીજા તબક્કામાં નર્મદામાં બે પોઝીટીવ કેસો નોંધાયા બાદ, બીજા દિવસે આજે 15મી ના રોજ વધુ સાત કેસ પોઝિટિવ નોંધાયા હતા. નર્મદામાં માત્ર બે દિવસમાં કુલ નવ કેસો નોંધાતા નર્મદાનું આરોગ્ય તંત્ર દોડતું થઇ જવા પામ્યું હતું. જેમાં આજે નર્મદા કલેક્ટરે સત્તાવાર પોઝિટિવ કેસો ની પુષ્ટિ કરી હતી અને સત્તાવાર કોરોનાની છેલ્લી પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે નર્મદામાં માસ સેમ્પલો લેવાનું શરૂ કરાતા તેમાં ગઈકાલે 15 મીના રાત્રે બે કેસ પોઝિટિવ જોવા મળ્યા હતા, જ્યારે આજે 16 મીના રોજ વધુ સાત કેસોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમાં નર્મદાના આજની તારીખ સુધીમાં કુલ નવ કેસો પોઝિટિવ આવ્યા હોવાનું કલેકટર મનોજ કોઠારીએ સત્તાવાર માહિતીમાં જણાવ્યું હતું.
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે આ તમામ પોઝિટિવ કેસો ધરાવનાર લોકોને કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ રાજપીપલામાં ટ્રાન્સફર કરી તમામ ની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાઇ છે. જેમાં જે 9 પોઝિટિવ કેસો માં છે તેમાં 6 કેસો ટ્રાવેલ્સ હિસ્ટ્રીના છે. બાકીના 3 કેસો સંક્રમણના કોન્ટ્રાક્ટરના જણાયા છે, દરેકની અને તેમના કોન્ટેક્ટ પરસનની ડિટેલ કાઢવામાં આવી છે. જે ક્લોઝ કોન્ટેકમાં હશે તેમના પણ સેમ્પલ લેવામાં આવશે,જે જગ્યાએ પોઝિટિવ કેસો જણાયા છે તે વિસ્તારને તાત્કાલિક અસરથી ગામ અને વોર્ડને સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. કલેક્ટર એ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકો ઘરની બહાર ન નીકળી અને જાહેરનામાના નિયમોનું પાલન કરે.
આજે નર્મદામાં પોઝિટિવ કેસો વધતા ગરૂડેશ્વર તાલુકાના છ ગામોને બફરઝોન જાહેર કરાયા છે જેમાં જે તે ગામના લોકો ને બહાર જવા પર પ્રતિબંધ અને ગામમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

. . . . . . . . . . . . . . . . .
> સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માત્ર 10 કિમી.ના અંતરે જ કોરોના ની એન્ટ્રી,
ખડગદા ગામમાં પોઝિટિવ કેસ નોંધાતા ગરૂડેશ્વર તાલુકાના 5 કિ.મી.ની અંદરના 6 ગામો ફેરકુવા, વ્યાધર, રુપાપુરા, કાટકોઇ, ભાદરવા અને ગામોને બફરઝોન જાહેર કરી આ ગામમાં આવવા જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 10 કિમીના અંતરના વિસ્તારમાં આવેલ હોય તંત્રે ખાસ તકેદારી રાખી સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

……………………………
> પોઝિટિવ કુલ 9 પોઝિટિવ કેસોની યાદી.
નર્મદા જિલ્લામાં બે દિવસમાં કુલ નવ પોઝિટિવ કેસો ની યાદી નીચે મુજબ છે જેમાં 1) સવિતાબેન નટવરભાઈ જાદવ(ઉ.વ.60 દેવડાફળિયું ડુમખલ ) 2) કિરણભાઈ કંચનભાઈ બાબર (ઉ.વ. 26 ખડગદા તા.ગરુડેશ્વર ) . 3) જેઠીયાભાઈ મુળજીભાઈ વસાવા (ઉં.વ.35 રહે ભયાડી તા. દેડિયાપાડા) 4) શકુંતલાબેન્ક નરસીંગભાઈ વસાવા (ઉ. વ. 30 રહે.ભુતબેડા તા.દેડીયાપાડા). 5) અહેમદ અબ્બાસ મલેક (ઉં.વ. 60 સેલંબા સાગબારા ) મહેન્દ્રસિંહ સત્યનારાયણસિંહ રાઉલજી (ઉં.વ.48 રજપુત ફળિયું, રાજપીપળા) રંજનબેન દેવેન્દ્રભાઈ તડવી( ઉં. વ.28 જુનાકોટ ફળિયુ, રાજપીપળા) સતિષભાઈ મંગાભાઈ વસાવા ( ઉં.વ.49 કુંવરપરા, નાંદોદ ) દવે મેઘાબેન ગુરુદત્ત (ઉં.વ.29 રહે વાઘેથા નાદોદ ) નો સમાવેશ થાય છે.
…………………………..
જોકે નર્મદામાં કોરોનાએ પગપેસારો કરતા તંત્ર મહારાષ્ટ્રની બોર્ડરને સીલ કરી દીધી છે. અને આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. જેના અનુસંધાને કલેકટરે સત્તાવાર જાહેરનામું બહાર પાડી માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here