નર્મદા કલેકટરે 10 નાયબ મામલતદારોની બદલીનો ગંજીફો ચીપયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ચોમાસાની સીઝન શરૂ થવાને ધ્યાને રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી કરવાની હોય જેથી બદલીઓ કરાઇ

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 15 જૂનથી ચોમાસાની શરૂઆત થવાની શક્યતાઓ હોય જેમાં જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની કામગીરી કરવા માટે એલર્ટ થઈ ગયું છે. ચોમાસામાં તાલુકા જિલ્લા કક્ષાએ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન શરૂ કરવાના હેતુથી નર્મદા જિલ્લા કલેક્ટર આર.એમ કોઠારીએ નર્મદા જિલ્લામા વિવિધ તાલુકા જીલ્લા લેવલ પરથી ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરો ચાલુ કરીને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી શાખામાં ફરજ બજાવતા નાયાબ મામલતદાર (1) ભાવેશ.જે.ચાવડાને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર કચેરી ખાતે બદલી કરવામાં આવી, (2) અનિલ એસ.વસાવા મહેસુલ તિલકવાડાથી ડેડીયાપાડા એમ.ડી.એમ માં બદલી, (3)વી.યુ.વસાવા મહેસુલ નાંદોદ માંથી ઈ.રી.સે નાંદોદમાં બદલી મહેસુલનો વધારાનો હવાલો (4)મેહુલ.જી.વસાવા મહેસુલ ગરુડેશ્વર માંથી ઈ.રી.સે ગરુડેશ્વર મહેસુલનો વધારાનો હવાલો (5) પી.એન.હાવી ATVT તિલકવાડાથી બદલી કરી ઈ.રી.સે તિલકવાડા મુકાયા (6)આર.જે.ગજ્જર સર્કલ સાગબારાથી ઇ.રિ.સે સાગબારા ખાતે બદલી, (7) સંજય.આર.વસાવા સર્કલ ગરુડેશ્વરથી મહેસુલ તિલકવાડા ખાતે બદલી (8) રાહુલ.એન.નારોલ એમડીએમ ઓડિટ ડેડીયાપાડા માંથી સર્કલ ગરુડેશ્વર ખાતે બદલી, (9)પી.પી.પરમાર NFSA પુરવઠા કચેરી નર્મદામાં થી રા.ચુ.પ નર્મદામાં બદલી (10)જી.આર.વસાવા મહેસુલ ડેડીયાપાડાથી બદલી ઈ.રી.સે ડેડીયાપાડા ખાતે બદલી કરવામાં આવી છે.આમ 10 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી જ્યારે ડિઝાસ્ટર મામલતદાર એમ.એસ.સોલંકીની જગ્યાએ તિલકવાડા મામલતદાર પી.કે ડામોરને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
આમ આગામી દિવસોમાં ચોમાસા ની સીઝન ને ધ્યાન માં રાખી ડીઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here