સાયબર ક્રાઈમને અટકાવવા નર્મદા જીલ્લા પોલીસ વડાના આદેશથી ” નિર્ભયા પોલીસ ટીમ ” મેદાનમા ઉતરી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગામડાઓમા નિર્ભયા સ્કવોડ ના પોલીસ જવાનો એ પહોંચી અભણ અને અજાણ લોકો ને સાયબર ક્રાઇમ થી બચવાના પાઠ ભણાવ્યા

નર્મદા જીલ્લા મા મોટા પ્રમાણ મા આદિવાસી વસ્તી હોય ને લોકો મા અક્ષરજ્ઞાન ઓછો હોય તેમજ લોકો લોભામણી લાલચો મા ફસાઇ સાઈબર ક્રાઇમ ના ભોગ બનતા હોય છે અને પોતાના નાણાં સહિત ઇજ્જત પણ કેટલીક વાર ગુમાવતાં હોય છે ત્યારે જિલ્લા મા સાયબર ક્રાઇમનું બનાવો ખૂબ જ બની રહ્યાં હોય જેને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી હિંમતકર સિંહે લોકોને આ બાબતે સાવચેતી રાખવા માટે અને લોકોને સમજ પાડવા માટે નિર્ભયા સ્કોડ ને કામગીરી સોંપવામાં આવતાં આ કામગીરી મા નિર્ભયા સ્કવોડ નર્મદા ની ટીમ લાગી પડી હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં જિલ્લા ખાતે મોબાઈલ ફોન ઉપર મેસેજો તથા ફોન આવે છે કે તમને લકી ડ્રો લાગ્યો છે અમુક પૈસા ભરો તમને ડબલ પૈસા મળશે તથા ગાડીઓ મોટરસાયકલ જેવા અનેક લોભામણી સ્કીમ આપવામાં આવે છે ખરેખર આવું કશું જ હોતું નથી આપણે એવા લોભામણી સ્કીમમાં માં પડી આપણા મોબાઇલ ઉપરથી બેંક ખાતાની તમામ માહિતી આપી દેતા હોઇએ છે તરત જ આપણા ખાતામાંથી તમામ રકમ એ લોકો બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હોય છે આપણું ખાતું ખાલી થઈ જાતું હોય છે હવે પછી કોઈ કેવી રીતે ના છેતરાય જેને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક શ્રી એ નિર્ભયા સ્કોડ ને ગામડે ગામડે જઇ લોકોને આ બાબતે સમજ કરવા માટે બીડું ઉપાડ્યું છે જેથી હવે પછી કોઈ છેતરાય નહીં.

નિર્ભયા સ્કવોડ ના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે. કે .પાઠક પ્રજાને અનુરોધ કર્યા છે કે આવા કોઈપણ સ્કીમમાં પડવું નહીં તમારા ફોન ઉપર આવો કોઈ મેસેજ કે કોઈ ફોન આવે તરત જ 100 નંબર ઉપર જાણ કરવી અને કોઈ એ ફોન ઉપર કોઈ માહિતી આપવો નહીં બેંક અથવા તો કોઈપણ સરકારી કચેરી તમારા કોઈપણ માહિતી ફોન ઉપર પૂછતી નથી જેથી ફોન ઉપરથી કોઈને પાનકાર્ડ નંબર આધાર કાર્ડ નંબર બેંક પાસબુક નંબર એટીએમ કાર્ડ નંબર ઓટીપી નંબર કોઇ પણ સંજોગમાં કોઈને બતાવવું નહીં જે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવેલ છે.

નિર્ભયા સ્કવોડ ટીમ ગામડાઓ મા જઇ લોકો ના સંપર્ક કરી તેઓને સાયબર ક્રાઇમ ની સમજ પણ આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here