નર્મદા ખાણ ખનીજ વિભાગે ઝડપેલા હાઇવા ટ્રકની ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ઓવરલોડ રેતી ભરી ગેરકાયદેસર રીતે ફરતા હાઇવા ટ્રકને ઝડપી ત્રણ મહિના પહેલા સીઝ કરાયેલ હતો તે ચોરાઈ જતા અનેક તર્કવિતર્ક

હાઇવાને ઝડપી ગરૂડેશ્વર ખાતેના રૂતવિજ કંપનીના કંપાઉન્ડમા મુકાયેલ જયાંથી ચોરી કરી ચોરટા ફરાર

નર્મદા જિલ્લામાથી ગેરકાયદેસર રીતે ખનીજ ભરી રોયલ્ટીની પણ ચોરી કરી બેરોકટોક પણે વાહનો સુરત તરફ દોડતા હોય છે, ત્યારે નર્મદા ખાણખનીજ વિભાગ આંખ આડા કાન પણ કરતું હોય છે અને કેસો બતાવવા પુરતી કામગીરી પણ આટોપતા હોય છે.

નર્મદા ખાણખનીજ દ્વારા માર્ચ મહિનામાં ગરુડેશ્વર તાલુકામાથી પસાર થતા હાઇવા ટ્રક નંબર GJ 05 BX 0784 ને ઓવરલોડ રેતી સાથે ઝડપી પાડવામાં આવેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સીઝ કરાયેલ હાઇવા ટ્રક ગરુડેશ્વર ખાતેના રૂતવિજ કંપનીના કંપાઉન્ડમા મુકાયેલ હતો. ત્યારે તા 30 મી મે ના રોજ રૂતવિજ કંપનીના કંપાઉન્ડ માંથી ટ્રકની ચોરી કરી કોઇક અજાણ્યા ઇસમો લઇ જતાં ખાણખનીજ વિભાગમા હાહાકાર મચી ગયો હતો.
આ મામલે ખાણખનીજ વિભાગના સર્વેયર રાજીવ રામાભાઈ રાઠોડે ગરુડેશ્વર પોલીસ મથકમાં રૂ.1313900 ની ચોરી થયાંની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ગરુડેશ્વરના પી એસ આઇ જે એમ પટેલે હાથ ધરી છે.

ખાણખનીજ વિભાગ દ્વારા રેતી ભરેલ ઓવરલોડ હાઇવા ટ્રક માર્ચ મહિનામાં તા 7 મી ના રોજ ઝડપવામાં આવેલ, ટ્રક ઝડપી તેને સીઝ કરી ટ્રકના માલિકને નોટિસ પણ પાઠવવામાં આવેલ,પરંતુ ટ્રકના માલિક દ્વારા ખાણખનીજ વિભાગની કચેરીનો કોઇજ સંપર્ક સાધવામાં આવેલ ન હોવાનું સર્વેયર રાજીવ રાઠોડે જણાવ્યું હતું.
લાખો રૂપિયાની કિંમતની ટ્રકના માલિક દ્વારા કેમ કોઈ કાર્યવાહી ટ્રક પરત મેળવવા કરવામાં ન આવી ?? ટ્રક ચોરી કરીને કોણ લઇ ગયું ??? કયાં લઇ ગયાં ?? આ બધા પશ્રોની હવે પોલીસ તપાસ કરસે : વિભાગના સર્વેયર અને ઇનચાર્જ માઇન્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here