ધોરાજી પંથકના ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવમાં આભ ફાટ્યાની સ્થિતિ

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ઓસમ ડુંગર ઉપરથી ચોમાસાની જેમ ધોધ વરસ્યા

હવામાન વિભાગની આગાહી અનુસાર ધોરાજી પંથકનાં ગ્રામ્ય વિસ્તારો બપોર પછી ૪.૦૦ વાગ્યા થી ૭.૦૦ વાગ્યા સુધીમાં અંદાજીત ૪ ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભાડેર, કલાણા, છત્રાસા અને પાટણવાવ ગામે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાય હતી.
ધોરાજીના પાટણવાવનાં સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, કમોસમી ખાબકેલા વરસાદથી પાટણવાવમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. પાટણવાવના ઓસમ ડુંગર ઉપર ચોમાસાની જેમ ધોધ વરસતા થયા હતા. આ કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here