સિદ્ધપુર પોલીસે ત્રણ વર્ષથી નાસ્તો-ફરતો આરોપી ઝડપી પાડ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ઈ.પીઆઈ પી.એસ.ગૌસ્વામી અને સ્ટાફના માણસોને બાતમી હકીકત મળી હતી કે બનાસકાંઠાના છાપી પોલીસમથકે ત્રણ વર્ષ અગાઉ નોંધાયેલ ગુનાનો આરોપી સિંન્ધી(ડફેર) ગુલામહુસેન ઉર્ફે ભાઈ ભાઈ ઈસ્માઈલભાઈ,રહે. ગણવાડા,ઈન્દિરાનગર સરદારનગર, તા.સિદ્ધપુર, જિ.પાટણવાળો બિલિયા ગામે નીકળવાનો છે આથી પોલીસ બસ સ્ટેન્ડ નજીક વોચમાં હતી તે અરસામાં સદર આરોપી મળી આવતા જેની સઘન પૂછપરછ કરતા તેણે છાપી પોલીસમથકે નોંધાયેલ ગુ.ર.નં.૨૫/૨૦૧૯ ઈપીકો કલમ ૩૯૫,૩૯૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ નો ગુનો કર્યાની કબૂલાત કરી હતી.આથી પોલીસે સીઆરપીસી ૪૧(૧)આઈ મુજબ અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here