ધોરાજીનાં જમનાવડ ગામના આહીર યુવાન ઉદય કાતરીયાનાં દુઃખદ અવસાનની દુઃખની ઘડીએ પણ માનવસેવાને મહત્વ આપી પરીવારજનોએ ચક્ષુદાન કરી’ ચક્ષુદાન મહાદાન’ સુત્રને સાર્થક કર્યુ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

માનવસેવા યુવક મંડળને ચક્ષુદાન અર્પણ કરાયા ૨૮મુ ચક્ષુદાન રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા

ધોરાજી તાલુકાના જમનાવડ ગામના આહીર યુવાન ઉદય લાલજીભાઈ કાતરીયા ઉ. વ. ૩૭ નું દુઃખદ અવસાન થતા પરીવાર સહિત નાના એવા જમનાવડ ગામમાં શોક છવાયો હતો યુવાન ઉદય ની ડેડ બોડીને ધોરાજીની સીવીલ હોસ્પિટલમાં પી.એમ. માટે લાવવામાં આવી હતી અને સ્વ. ઉદયનાં ચક્ષુઓનું દાન કરવાનો પરીવારજનોએ નિર્ણય કર્યો અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા સાગર સોલંકી ને જાણ કરવામાં આવતા ધોરાજી સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જયેશભાઈ વસેટીયન, ડો. રાજ બેરા, ડો. અંકીતાબેન પરમાર સહિતના મેડિકલ સ્ટાફ દ્વારા ચક્ષુઓ લેવાયા હતા અને સ્વ. ઉદયનાં પિતાજી લાલજીભાઈ કાતરીયા, જયેશભાઈ કાતરીયા, હિતેન્દ્રભાઈ કાતરીયા, સુરેશભાઈ કાતરીયા, રાજુભાઈ કાતરીયા, વિનુભાઈ કાતરીયા, જયન્તીભાઈ કાતરીયા, રવજીભાઇ કાતરીયા, અરવિંદભાઈ વાઘમશી, એનડી પરડવા સહિતના અગ્રણીઓની હાજરીમાં ચક્ષુદાન કરાયું હતું અને ચક્ષુઓ માનવસેવા યુવક મંડળને સોંપ્યા હતા અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા સાગર સોલંકી દ્વારા રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા હતા યુવાન દિકરાનાં દુઃખદ અવસાનમાં પણ માનવસેવાને મહત્વ આપી કાતરીયા પરીવારે સ્વ. ઉદયનાં ચક્ષુનું દાન કરી ‘ ચક્ષુદાન મહાદાન’ સુત્રને સાર્થક કરી માનવસેવાનુ ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાતરીયા પરીવારની ચક્ષુદાનની સેવાને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી સરાહના સાથે યુવાનના અવસાનનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here