ધાનેરામાં ઈદે-મિલાદુનબીની શાનદાર ઉજવણી અને ઝુલુસ કાઢવામાં આવ્યું

ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ધાનેરા ઈસ્લામ ધર્મમાં ઈદ-મિલાદ-ઉન-નબી ઉજવવામાં આવે છે.આ ઈસ્લામ ધર્મમાં માનનારા લોકોનો આ સૌથી મોટો તહેવાર છે.આ તહેવાર મુસ્લિમ સમાજ માટે ખુબજ મહત્વ નો છે.ઈસ્લામ ધર્મના મહાન પયગંબર મહંમદ સાહેબ નો જન્મ ઈસ્લામી કેલેન્ડર મુજબ આજથી લગભગ 1443 વર્ષ પહેલાં ઈસ્લામીક ત્રીજા મહીનાના રબી-ઉલ-અવવલ ની બારમી તારીખે થયો હતો.. આજનો દિવસ મુસ્લિમ સમાજ માટે ખુબજ મહત્વ નો છે આજે ધાનેરાની ગુલશને અસગરી મસ્જિદ ના મૌલાના ગુલામનબી સાહબ આને મહંમહઆરીફ સાહેબની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા ખુબજ શાંતિ પુર્વક અને શાનદાર રીતે અને સરકાર ની કોરોના ની ગાઈડલાઈન મુજબ ખુબજ શાંત અને શિસ્ત બદ્ધ રીતે ઝુલુસ કાઢવામાં આવ્યું હતુ.ત્યાર બાદ ગરીબ અને અનાથને જમાડવામાં આવે છે. અસગરી મસ્જિદ માં બાર દિવસ સુધી મૌલાના ગુલામનબી દ્વારા તકદીરનો પ્રોગ્રામ કરવામાં આવે છે.આજના જુલુસમાં ધાનેરા પોલીસ દ્વારા પણ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજનુ ઝુલુસ એકજ મુસ્લિમ મહોલ્લામાં થી નીકળી દરગાહ પાસે આવી સલામ પઢી દરેક મુસ્લિમ બિરાદરો ને ન્યાઝ આપવામાં પીરસવામાં આવી હતી..આજના ઝુલુસ માં ધાનેરા પી એસ આઈશ્રી છત્રાલીયાની આગેવાની હેઠળ ખુબજ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here