આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતી દ્વારા અમદાવાદ નરોડા ખાતે “પદાધિકારી સંમેલન” યોજવામાં આવ્યું

અમદાવાદ, જાનવી રામાનંદી (ડીસા) :-

આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતી દ્વારા અમદાવાદ નરોડા ખાતે “પદાધિકારી સંમેલન” યોજવામાં આવેલ હતું. આ સંમેલનમાં ગુજરાતની જનતાનાં પ્રશ્નો માટે આંદોલન કરવાના સામુહિક ઠરાવ કરેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઈટાલીયા દ્વારા એક મહત્વની જાહેરાત કરીને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ કક્ષાનાં વિવિધ પદ ઉપર મોટી સંખ્યામાં નવી નિયુક્તિઓ કરવામાં આવેલ.

આમ આદમી પાર્ટીએ સહેજ પણ વિલંબ કર્યા અગર ગાંધીનગર ચૂંટણી પછી તરત જ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ સાથે મીટીંગ કરીને અને ત્યારબાદ આજે અમદાવાદમાં ભવ્ય સંમેલન યોજીને મિશન-૨૦૨૨ ની તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધેલ છે.2022,વિધાનસભા ની લડાઈ લડવા માટે ગુજરાત ના આરોગ્ય,શિક્ષણ, પાણી,રોડ રસ્તા,ભ્રષ્ટાચાર ના પ્રશ્નો માટે આપ, ગુજરાત નું મોવડી મંડળ સીધું જ મુખ્યમંત્રી ને સવાલ કરશે અને આ પ્રશ્નો ના હલ નહી થાય તો આયોજન બદ્ધ રીતે આંદોલનો ચલાવશે…
            આજે પ્રદેશ કક્ષાએ થી બનાસકાંઠાના બે નવા ચહેરાઓને પણ સ્થાન  આપવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ સહમંત્રી તરીકે પાલનપુર ના *શ્રી લલિતદાન ગઢવી* અને ડીસા થી આપના ચૂંટાયેલા ન.પા.સદસ્ય *શ્રી વિજયભાઈ દવે* ને જવાબદારી સોંપવામાં આવી હતી.જે માટે બનાસકાંઠાના અનેક ભ્રષ્ટાચાર અને પડતર મુદ્દાઓ ને વાચા આપી શકાય.આ સાથે પ્રદેશની ટીમમાં વધારો કરવામાં આવ્યો હતો જેમાં અનેક હોદ્દાઓ આપવામાં આવ્યા હતા.બનાસકાંઠામાંથી મોટો સંખ્યામાં પદાધિકારીઓ એ હાજરી આપી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here