દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટુ ગામમાં મનરેગા યોજનામાં એજન્સી દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનો ખેલ ખેલાતો હોવાની ગ્રામ્યજનોની રાવ…

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટુ ગામમાં મનરેગા યોજનામાં એજન્સી દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનો ખેલ ખેલાઈ રહ્યું છે આવું ગ્રામ જાણો દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું અને ગ્રામ લોકો ખાબડ સાહેબ ના દબાણ ની વાત પણ કરી રહ્યા છે તો કોણ છે આ ખાબડ સાહેબ વાત કરીયે તો કોટુ ગામ મનરેગા યોજના ના કામ ચાલે છે ત્યારે તેમાં કોટુ ગામ ના નાગરિકોને બહારગામ કામે જવા ના પડે તેના માટે આ સરકારે આ યોજના બહાર પાડી છે ત્યારે આ યોજનાની અંદર મોટા ગજાનતાઓને એજન્સીઓ હોય છે અને આ એજન્સીઓ બોગસ કામ કરીને તેમના ગામને નાણાં ઉપાડી લેતી હોય છે નાના ભૂલકાઓ ભણવાના સમયે તેમને બાળ મજૂરી કરાવી રહ્યા છે એજન્સી દ્વારા સફેદ રેતીના બદલા લાલ માટી વાપરે આવું ક્યાં સુધી ચાલશે ધાનપુર તાલુકામાં કેટલાક એવા ગામો માં એક કુવો હોઈ તો ત્રણ થી ચાર વાર બિલો પાસ કરીને બારોબાર પતિ જાઈ આવી લોક ચર્ચા પણ છે. આગેવાનો એ સંરપંચ ને પુછ્યુ ત્યારે સંરપંચ નો જવાબ આવો આવ્યો કે ઉપર થી વધારે દબાણ છે. ગામ લોકો સંરપંચ ને ચુંટી લાવે કે ગામનો વિકાસ કરે આતો સંરપંચો પણ એજન્સી શાથે મળી ને ભ્રષ્ટાચાર કરાવે એવા દશ્યો નજરે પડે છે ધાનપુર તાલુકાના અનેક ગામોના અંદર તપાસ કરે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here