થરાદ પોલીસ સ્ટેશન તથા અકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇકો ગાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ઇકો ગાડી સાથે બે આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર તથા ધાનેરા પોલીસ ટીમ

થરાદ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અને મદદનિશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પુજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી તથા ધાનેરા પોસ્ટેના માણસો નેનાવા ચેકપોસ્ટ ખાતે મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન રાજસ્થાન સાંચોર તરફથી એક નંબર વગરની ઇકો ગાડી આવતા જે ગાડી શંકાસ્પ લાગતા તે ગાડીને રોકાવી તેના ચાલક તથા તેની બાજુમાં બેઠેલ ઇસમને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ગાડી ચાલકનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ બીરબલરામ સ/ઓ છોગારામ આસુરામ વિશ્નોઇ(માંજુ) રહે. ભેરાણીઓ કી ઢાણી કુંકાવાસ તા. બાગોડા જી.જાલોર(રાજસ્થાન) વાળો હોવાનુ જણાવેલ તથા બાજુમાં બેઠેલ ઇસમનું નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ રાજુરામ સ/ઓ ભગીરથરામ કોજારામજી વિશ્નોઇ(ખીલેરી) રહે. આંબલી તા. ચીતલવાણા જી.જાલોર(રાજસ્થાન)વાળો હોવાનું જણાવેલ. સદરે ઇકો ગાડી બાબતે પુછતા ચાલકે જણાવેલ કે આ ગાડી મને ભવરલાલ સ/ઓ અચલદાસજી સંત રહે. ભીનમાલ તા. ભીનમાલ જી.જાલોર(રાજસ્થાન) વાળાએ મને ચારેક માસ અગાઉ જુજાણી ગામથી આગળ જેરણફાંટા પાસેથી આપેલ હતી. અને મને કહેલ હતુ કે આ ગાડી મે આઠ માસ પહેલા અંકલેશ્વર ખાતેથી ચોરેલ છે.અને બીજી ચોરીઓ બાબતે ગાડી ચાલકને પુછપરછ કરતાં તેણે જણાવેલ કે આજથી બે માસ પહેલા મે તથા મારી સાથે ભવરલાલ સ/ઓ અચલદાસજી સંત રહે. ભીનમાલ તા. ભીનમાલ જી.જાલોર(રાજસ્થાન) તથા નરેશભાઇ બાગરા જેના પિતાના નામની ખબર નથી જે અમો ત્રણેયે જણાયે થરાદ ગલીમાંથી ઇકો ગાડીની ચોરી કરેલ જે ઇકો ગાડી ભવરલાલ નાઓ પાસે હતી જે કોને વેચેલ તેની મને ખબર નથી જેથી પકડાયેલ ઇકો ગાડીનો ચેચીસ નં. MA3ERLF1S00725604 તથા એન્જીન નં G12BN707020 નો છે. જેની કિં.રૂ.૩૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન ૨ કિ.રૂ.૧૦૦૦૦/- એમ કુલ કિ.રૂ.૩,૧૦,૦૦૦/-નો મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) બીરબલરામ સ/ઓ છોગારામ આસુરામ વિશ્નોઇ(માંજુ) રહે. ભેરાણીઓ કી ઢાણી કુંકાવાસ તા. બાગોડા જી.જાલોર(રાજસ્થાન)
(૨) રાજુરામ સ/ઓ ભગીરથરામ કોજારામજી વિશ્નોઇ(ખીલેરી) રહે. આંબલી તા. ચીતલવાણા જી.જાલોર(રાજસ્થાન)

શોધીકાઢેલ ગુનાઓ

(૧) થરાદ પોલીસ સ્ટેશન પાર્ટ.એ ગુ.ર.નં. ૧૧૧૯૫૦૫૦૨૦૧૧૭૮ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૨) અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૯૦૨૧૨૦૦૧૦૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) એચ.પી.પરમાર પો.ઇન્સ એલ.સી.બી પાલનપુર
(૨) એસ.એ.ડાભી પો.ઇન્સ ધાનેરા પો.સ્ટે
(૩) આર.જી.દેસાઇ પો.સ.ઇ એલ.સી.બી પાલનપુર
(૪) બી.સી.છત્રાલીયા પો.સ.ઇ ધાનેરા પો.સ્ટે
(૫) અ.હે.કો ઇશ્વરભાઇ હરસીંગાભાઇ બ.નં. ૧૦૬૫ એલ.સી.બી. પાલનપુર
(૬) અ.હે.કો અર્જુનસિંહ સ્વરૂપાજી બ.નં. ૯૩૪ એલ.સી.બી. પાલનપુર
(૭) અ.પો.કો વિક્રમભાઇ પીરાભાઇ બ.નં. ૧૦૧૮ ધાનેરા પો.સ્ટે
(૮) અ.પો.કો ભીખાભાઇ જીવરાજભાઇ બ.નં. ૧૨૩૯ ધાનેરા પો.સ્ટે
(૯) અ.પો.કો જોરસીંહ ભુપતસીંહ બ.નં.૨૦૨૬ ધાનેરા પો.સ્ટે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here