ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૯૫ સાથે બુટલેગરને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ-૯૫/- કિ.રૂ.૧,૪૨,૫૦૦/-તથા  મોબાઇલ નંગ ૨ કિ.રૂ.૫૫૦૦/- તથા WR-V ગાડી નં.  GJ-01-HX-2451 કિ. રૂ. ૫૦૦૦૦૦/-એમકુલ  કિ.રૂ.૬,૬૦૯૦૦/-ના મુદૃામાલ  સાથે  ગાડી ચાલકને પકડાયો

IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ અ. હેઙ કોન્સ અર્જુનસિંહ,ઈશ્વરભાઈ, પો.કોન્સ.શંકરભાઇ, ભરતભાઈ ગજેન્દ્રદાન નાઓ ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી હકીકત મેળવી કુચાવાડા ગામેથી WR-V ગાડી નં.  GJ-01-HX-2451માંથી બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ-૯૫/- કિ.રૂ.૧,૪૨,૫૦૦/-તથા  મોબાઇલ નંગ ૨ કિ.રૂ.૫૫૦૦/- તથા રોકડ  રૂ. ૧૨૯૦૦/-તથા WR-V ગાડી નં.  GJ-01-HX-2451 કિ. રૂ. ૫૦૦૦૦૦/-એમ  કુલ  કિ.રૂ.૬,૬૦૯૦૦/-ના મુદૃામાલ સાથે રાવતારામ પૂરકારામ ચૌધરી રહે પાદરડી તા ગુડામાલાણી રાજસ્થાન વાળાઓ પકડાઈ જઇ તથા હરિયાણા ગુડ ગાવ મેઘારામ નાઓએ ભરાવી  તમામના  વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here