ડભોઈ નગરની તરસ બુઝાવતી પરબો બિસ્માર અને અસ્વચ્છ : પાલિકા તંત્ર બે દરકાર

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ પંથકમાં હાલ ઉનાળો આકરો બની રહ્યો છે તેવામાં નગરમાં ખરીદી અર્થે આવતા આસ પાસ ના ગ્રામ જનો ને પીવાના પાણી માટે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે વર્ષોથી કેટલીક સામાજિક સંસ્થાઓ અને ડભોઇ નગરપાલિકા દ્વારા બનાવાયેલ પાણીની પરબો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર અને પીવાલાયક પાણી ન આવતા બિનઉપયોગી બની છે. લોકોના હિત માટે આ પરબોનું રીનોવેશન થાય તે માટે માંગ ઉઠી છે.

ડભોઇ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ચ મધ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે જેને કારણે રહીશોને બપોરના સમયે પાણીની તરસ લાગતી હોય છે વર્ષો થી ડભોઇ નગરમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ તેમજ નગરપાલિકા હસ્તકની નગરમાં 10 ઉપરાંત પાણીની પરબો જુદા જુદા વિસ્તારોમાં આવેલી છે જે તદ્દન બિસ્માર હાલતમાં છે કેટલીક પરબોમાં પાણી તો આવે છે પણ તે પીવાલાયક સ્વચ્છ હોતું નથી ત્યારે બપોરના સમયે ડભોઇ નગરમાં ખરીદી અર્થે આવતા આસ પાસના ગ્રામજનોને પીવાના પાણીના બોટલ લઈ રોજિંદી જીવનનો ખર્ચો વધારવો પડે છે ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા દ્વારા પણ વોટર બેન્ક મુકવામાં આવી હતી જે પન મેન્ટનન્સ ના અભાવે બંધ હાલતમાં છે ત્યારે નગરમાં પીવાના પાણીની પરબો નવી બનાવા કોઈ સરકારી યોજના બહાર પડે તેવી માંગ હાલ રહીશો અને નગર મુલાકાતે આવતા લોકો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here