ડભોઇ MSW અને BSW ના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક બેગનો તિરસ્કાર કરો અને પેપરબેગ અપનાવોની અપીલ કરાઈ

ડભોઇ,(વડોદરા સરફરાઝ પઠાણ :-

આજરોજ ડભોઇ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સેન્ટર કોમર્સ કોલેજ ના એમ.એસ.ડબલ્યુ અને બી.એસ.ડબલ્યુ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરાયું હતું જેમાં પ્લાસ્ટિક હટાઓ અને પેપર બેગ અપનાઓ અંતર્ગત ડભોઈ નગરને પ્લાસ્ટિક મુક્ત કરવા કાગળની બેગ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું

ડભોઈની બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્લાસ્ટિક મુક્ત ભારત રહે તે માટે એમ.એસ.ડબલ્યુ અને બી એસ ડબલ્યુ ના વિદ્યાર્થીઓ દ્વારા તેમની કોલેજમાં ફિલ્ડ વર્ક પ્રોજેક્ટ કરવાનો હોય છે તેને લઈને આજે વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક હટાવો અભિયાન વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ન્યુઝપેપર લાવીને કાગળની પેપર બેગ બનાવવામાં આવી હતી જેમાં માત્ર દસ રૂપિયાના ગુંદરથી 20 થી 30 બેગ બનાવી હતી એક બેગ નું કોસ્ટિંગ માત્ર 25 પૈસા જેટલું આવે છે જેને લઇને ડભોઈ ડેપો વિસ્તાર પાસે આવેલી તમામ પાણીપુરી ની લારી,ફ્રુટની લારી, શાકભાજીની લારીઓ માં જઈને ન્યૂઝ પેપર ની બેગ નું વિતરણ કર્યું હતું અને દરેક દુકાનદાર તેમજ લારી-ગલ્લા ના સંચાલકોને બેગ કેવી રીતે બનાવવી તેનું પણ સમજ આપી હતી અને પ્લાસ્ટિક મુક્ત કરવા વિદ્યાર્થીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ વકીલ પણ હાજર રહ્યા હતા સાથે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ ઉઠાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here