ડભોઇ શહેરના પી.એચ.સી સેન્ટરની માંદગીનો ઈલાજ કોણ કરશે..!!?

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ શહેર તાલુકા ની જનતા ના આરોગ્ય ની સુખાકારી માટે સરકારી દવાખાના ને સી.એચ.સી સેન્ટર કાર્યરત છે અને શહેરી જનતા માટે પબ્લિક હેલ્થ સેન્ટર (પી.એચ.સી.સેન્ટર ) બનાવવા માં આવ્યું જયાં મેડિકલ ઓફિસર સાથે લેબ ટેકનીશયન અને પ્રસુતા મહિલા ઓની કાળજી માટે આશા વર્કર , ફીમેલ હેલ્થ વર્કર સાથે એમ .પી.એચ.એમ વર્કર ની નિમંણુક કરાઈ છે ડભોઇ શહેર ની ૬૦ ,૦૦૦ ની વસ્તી ના પી.એચ.સી. સેન્ટર માં સગવડો નો અભાવ જોવા મળે છે ડભોઇ ની એ.એન.સી બેનો ને સંકટ સમયે બીજા હોસ્પિટલ માં ટ્રાન્સફર કરવા હોય તો ખાનગી વાહનો નો ઉપયોગ કરવા કે પછી ૧૦૮ ની સેવા નો લાભ લેવો પડે છે જાણવા મળ્યાં મુજબ ડભોઈ શહેર માં રોગચાળા ની સ્થિતિ સર્જાય તો મેડિકલ ઓફીસર ને વિસ્તાર ની મુલાકાત માટે ખાનગી વાહન કે પછી રીક્ષા કરી ને જવુ પડે છે વગદાર સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ પી. એચ.સી .સેન્ટર માટે એમ્બ્યુલન્સ ની માંગણી સામે ઉચ્ચ અધિકારીઓ તરફ થી ગ્રાંટ નથી નો જવાબ ડભોઈ ના આરોગ્ય માટે કેટલો વ્યાજબી ? જયાં ૩૦૦૦૦ ની વસ્તી ના પી.એચ.સી .સેન્ટર માં એમ્બ્યુલન્સ જોવા મળે છે જયારે ડભોઇ ની ૬૦૦૦૦ ની વસ્તી માટે ના પી.એચ.સી. સેન્ટર માટે એમ્બ્યુલન્સ નો અભાવ જોવા મળે છે જેને કારણે આશા વર્કરો દ્વારા એ.એન.સી . ને લઈ વધુ તપાસ માટે પારૂલ હોસ્પિટલ કે ધીરજ હોસ્પિટલ માં લઈ જવા ત્યાંની એમ્બ્યુલન્સ નો ઉપયોગ કરવો પડે છે જેને લઈ આશા વર્કરો નું અહીં કામ ખોરંભે પડવા ની શકયતા જોવા ય છે ડભોઇ સી.એચ.સી સેન્ટર માં ગાયનેક ડો. આરતી ચતુર્વેદી હોવા છતાંય દર્દી ઓને અંતિમ સમયે મોંધીદાટ ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે અને એની રજૂઆત તાત્કાલીન સી.ડી.એચ.ઓ. ડો. ટીલાવત ને કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકાર સ્વચ્છ ગુજરાત અને સ્વાસ્થ્ય ગુજરાત નું સૂત્ર કેટલું કારગર ? ડભોઈ ના પી.એચ.સી . સેન્ટર ને એમ્બ્યુલન્સ મળે અને પી.એચ.સી નું નિદાન થાય એજ સમય ની જરૂરીયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here