ડભોઇ તાલુકાના થુવાવી ગામે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ ડભોઇ તાલુકાના થુવાવી ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સાતમા તબક્કાનો આરંભ કરાયું હતું. જેમાં થુવાવી સહિત આજુબાજુ માં આવેલ ગામડાઓના સ્થાનિકોએ ભાગ લીધો હતો.
ગુજરાત સરકાર દ્વારા પ્રજાને લગતી યોજનાઓ નો લાભ રાજ્યની જનતાને મળે તે હેતુ પ્રજાની માંગણી અને લાગણીઓ પૂર્ણ કરવા સાતમા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ ડભોઇ તાલુકાના થુવાવી ગામે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે જ તમામ યોજનાઓ અને વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે ડભોઇ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સાતમા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.
જેમાં થુવાવી ગામની આજુબાજુ માં આવેલ ગામો જેવાકે અંબાવ, બનૈયા, રાજલી, ભિલાપુર,તેમજ નજીકના નાના-મોટા ગામડાઓના લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં આધારકાર્ડ, આવકનો દાખલો આયુષ્યમાન કાર્ડ, જાતિનો દાખલો, ઈ શ્રમ કાર્ડ,તેમજ રેશન કાર્ડને લગતી તમામ કામગીરી કરવામાં આવી હતી જેમાં ડભોઇ તાલુકા તંત્ર ના અધિકારીઓ,સરકારી કર્મચારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here