જાંબુઘોડા પાસે આવેલ ઝંડ હનુમાન ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા નાબોડેલી તાલુકા માં આવેલું ઝંડ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી ઝંડ હનુમાન ખાતે હનુમાન ચાલીસા,સુંદરકાંડના પાઠ, જાહેર પ્રસાદી સહીત ના કાર્યક્રમ યોજાયા હતા.

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં કુદરતી સોંદર્ય માં પર્વતો ની વચ્ચે આવેલું વર્ષો જૂનું ઝંડ હનુમાનજી મંદિર આવેલું છે પાંડવો ના સમય થી ૧૮ ફૂટ લાંબી બાહુબલી જેવી દેખાતી અખંડ હનુમાન દાદા ની મૂર્તિ ના પગ નીચે શનિ દેવની પનોતી આખી મૂર્તિ કોતરેલી હોવાથી ગુજરાત ભર માંથી ભક્તો દર્શનાથે આવતા હોય છે આજ રોજ હનુમાન દાદાના જન્મત્સવ નિમિત્તે ઝંડ હનુમાન ખાતે વહેલી સવાર થી ભક્તો ની ભીડ જોવા મળી હતી ઝંડ હનુમાન મંદિરે દિવસ દરમિયાન હજારો ની સંખ્યા માં ભક્તો ઉમટી પડતા મંદિર માં ભારે ભીડ જોવા મળી હતી બોડેલીપોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.ઝંડ હનુમાનજ઼ી જન્મોત્સવ નિમિતે મંદિરે હનુમાન ચાલીસા તેમજ ભંડારા સહીત ના કાર્યક્રમ યોજાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here