જાંબુઘોડા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અસહ્ય વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જાંબુઘોડા બજારમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

જાંબુઘોડા,(પંચમહાલ) ઇમરાન ખાન :-

લોકો મોંઘવારીમાં પીડાય છે, સરકાર ઉત્સવો ઉજવે છે: તાલુકા પ્રમુખ જયેશ બારીઆ

જાંબુઘોડા તાલુકા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ જયેશભાઈ બારીઆની આગેવાનીમાં આજ રોજ જાંબુઘોડા બજારમાં મોંઘવારીના વિરોધમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રેલી પ્રદર્શન કરવામાં આવ્યું.
ભારત દેશ ગામડાઓનો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, લોકો ખેતી આધારિત જીવન જીવે છે, લોકોનું જીવન ધોરણ ગરીબી રેખા નીચે છે, એવા દેશમાં પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ, રાંધણ ગેસ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ, ખાતર, દવા, બિયારણ જેવી તમામ ચીજવસ્તુઓના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે, લોકો મોંઘવારીમાં પીડાય રહ્યા છે, ગરીબ લોકોનું જીવન જીવવું આ સરકારે મુશ્કેલીમાં મુકી દિધું છે ત્યારે લોકોની વેદનાને વાચા આપવા આજ રોજ જાંબુઘોડા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરકારના બહેરા કાને અવાજ પહોંચાડવા અને આંધળી સરકારને સ્થિતિનું ભાન કરાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જાંબુઘોડા બજારમાં ભારે સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે પ્રદર્શન કરવામાં આવ્યું.
જાંબુઘોડા પોલીસ દ્વારા પ્રદર્શન કારીઓને રોકવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ સહિત જિલ્લા ઉપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી, જિલ્લા સહ મંત્રી, જિલ્લા સંગઠન મંત્રી, જિલ્લા સહ સંગઠન મંત્રી, તાલુકા પ્રમુખ, યુવા પ્રમુખ, મહિલા પ્રમુખ સહિત કાર્યકરો રેલીમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here