જગતના તાત પાસેથી ખાતરના વધુ નાણા લેવાતા કાલોલ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપ્યુ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકા અને શહેર કોંગ્રેસ તરફથી બુધવારે મામલતદાર કાલોલ ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્ર માં જણાવ્યું છે કે હાલમાં વરસાદ પડયો છે ખેડૂતોની હાલત કફોડી છે બેરોજગારી વધી છે ખેડૂતો ના ઉભા પાકને ભૂંડ, રોઝ અને વાંદરા દ્વારા ભેલાણ થતું હોવાથી ખેતરો ફરતે સાડીઓ બાંધવાની ફરજ પડી રહી છે ત્યારે કેટલાક સરકારી વેપારીઓ અછત નો લાભ લઈને ખેડૂતો પાસેથી રાસાયણિક ખાતરની નક્કી કરેલી કિંમત કરતાં વધુ નાણાં પડાવી રહ્યા છે તથા પોતાના ગોડાઉન માથી બારોબાર ખાતર નું વેચાણ કરી રહ્યા છે તેવી હકીકત કોંગ્રેસના કાર્યકરોના ધ્યાનમાં આવતા આ વેપારીઓના વધુ નાણાં પડાવતા અટકાવવા માટે અસરકારક રીતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવા વેપારીઓને યોગ્ય સૂચનાઓ આપી પગલાં ભરવા માટે કોંગ્રેસના મહામંત્રી પ્રદીપસિંહપરમાર તથા પ્રમુખ નર્વતસિંહ પરમાર તથા રાજેન્દ્ર સિંહ જાદવ તથા અશોકભાઇ ઉપાધ્યાય, ગજેન્દ્રસિંહ તથા નીરવ પટેલ, ગણપતસિંહ પરમાર, કિરણભાઈ પરમાર, ચંદ્રસિંહ દાજી, ભૂપેન્દ્રસિંહ ખેર, જયેન્દ્રસિંહ અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા મામલતદાર કચેરીએ આ બાબતે ઘટતું કરવાની કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here