સંસદીય રાજભાષા સંયુકત સમિતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

સરદાર પટેલની પ્રતિમા નવી પેઢીને દેશની એકતા અને ઉન્નતિ માટે પ્રેરણા આપશે- ડૉ. મનોજ રાજોરિયા, સાંસદ

સંસદીય રાજભાષા સંયુકત સમિતીએ લોક્સભા સાંસદ ડૉ. મનોજ રાજોરીયાની આગેવાનીમાં સરદાર પ્રતિમાં અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટની મુલાકાત લઇને લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલી આપી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો.તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

સમિતીની મુલાકાત દરમ્યાન ડૉ. મનોજ રાજોરિયા (સાંસદ – કરાવલી લોકસભા), પ્રતાપરાવ જાધવ (સાંસદ – બુલઢાણા), ડૉ. અમિ યાજ્ઞિક (સાંસદ – રાજયસભા,ગુજરાત), સુ. કાંતા કર્દમ (સાંસદ – રાજયસભા,ઉતરપ્રદેશ), સમિતીના સચિવ સહિતનાં અધિકારી ઓ જોડાયા હતા.
સમિતીની મુલાકાત દરમ્યાન સાંસદ ડૉ. રાજોરિયાએ પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરી ગર્વ ની લાગણી અનુભવું છું. સરદાર પટેલની પ્રતિમા નવી પેઢીને દેશની એકતા અને ઉન્નતિ માટે પ્રેરણા આપશે. સાથે જ મોદીજીનો દ્રઢ સંકલ્પ કરી સરદાર પટેલની પ્રતિમા બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો.

સાંસદ પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા અને અખંડિતતાનો ભાવ અનુભવાય છે.સાથે જ તેમના કાર્યો આવનારી પેઢી માટે પ્રેરણા રૂપ હશે.સાંસદ કાંતા કર્દમે જણાવ્યું હતું કે, સરદાર પટેલ ની પ્રતિમા બનાવવા સમગ્ર દેશમાંથી જે રીતે લોખંડ ભેગું કરવામાં આવ્યું તે જાણી ઘણો આનંદ થયો આ તબકકે તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સરદાર પટેલની પ્રતિમાં સ્થાપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

સાંસદ ડૉ. અમિ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, સરદાર પટેલ લોહપુરુષ તરીકે ઓળખાતા હતા,અને તેઓશ્રીનું એક ભારતનું સપનું હતું,જેને નાગરીકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી સમજે, અને તેને આગળ લઇ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here