છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા મોટર સાચકલ મળી કુલ કિ.રૂ.૭૫,૬૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા આઈ જી શેખ પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારઓને પ્રોહીની
પ્રવૃતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પો સ.ઈ એમ એચ નિસરતા નાઓ સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક હીરો કંપનીની સ્પેલેન્ડર મોટર સાયકલ ઉપર એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ અંધારકાય (એમપી) થઈ પલાસદા થઈ સિંગલાના જંગલ તરફ આવનાર છે જે હકિકત આધારે વોચ નાકાબંધી દરમ્યાન મારતીય બન વટના વિદેશી દારૂ ટીન બીયર તથા પ્લાસ્ટીના હોલ મળી કુલ બોટલ નંગ-૧૩૨ કુલ કિ.રૂ ૨૫,૬૨૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સદર પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોસા, GJ-34-M-5395 ની કીમત રુ.૫૦,૦૦૦મળી કુલ કીમત.રુ ૭૫.૬૨૦-/ ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેમ શોધી માનવામાં આવેલ છે. કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ
(૧) માઉન્ટ્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લીના પતરાના ટીન તથા ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મી.લી ના પ્લાસ્ટીના હોલ મળી કુલ બોટલ નંગ-૧૩૨ કુલ કિ.રૂ ૨૫.૬૨૦૮- (૩) હીરો કંપનીની સ્પેલેન્ડર મોટર સાયકલ ન .GJ-34-M-5395 ની કિ.રૂ ૫૦,૦૦૦/-
-કામગીરી કરનાર –
(૧) વી.એમ.કામળીયા 1/c પોલીસ ઈન્સપેકટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન (૨) એમ.એચ.નિસરતા પો.ઈ છોટાઉદેપુર પો.સ્ટે (૩) અ.હે.કો અરવિંદસિંહ માનસિંહ બ.ન ૧૧૪ (૪)એ ફેકો પરથીદાન ઉમરદાન બ.નં
૧૦૧ (૫) આપી.કો કિશોરકુમાર દરગાજી ભાન ૧૭૦.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here