છોટાઉદેપુર એલસીબી પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીગલાજા-મીઠીબોર ગામેથી કિ.રૂ.૫,૬૧,૬૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને બોલેરો ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે શ્રી એચ.એચ. રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે સીંગલાજા-મીઠીબોર ગામેથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૫,૬૧,૬૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે. :કબ્જે કરવામાં આવેલ મુદામાલ :
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૪૩૨૦ કિ.રૂ.૫,૬૧,૬૦૦/-
(૨) બોલેરો ગાડી નંબર વગરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(૩) રોકડા રૂ. કિ.રૂ.૧૫૦૦/-
કુલ કિ.રૂ.૧૦,૬૩,૧૦૦/-

પકડાયેલ ઇસમોનું નામ
(૧) કાળુભાઇ દેસીંગભાઇ રાઠવા રહે.સીંગલાજા-મીઠીબોર તા.જી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here