છોટાઉદેપુર : ઇકો ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર જિલ્લો તથા કે.એચ.સુર્યવંશી, નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર ડિવીઝન નાઓએ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી/વેચાણની ગે.કા પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી દારૂ-જુગારની બદી સદંતર નેસ્ત- નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જે આધારે કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.પી.ચૌધરી નાઓએ તેઓના પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એક સફેદ કલરની ઈક્કો ગાડી જેનો રજી. નં. GJ-06-KD-7464 માં ગેસની બોટલની અંદર ચોરખાનુ બનાવીને ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી પ્લાસ્ટીકની કુલ બોટલો નંગ- ૨૦૪ જેની કિ.રૂ. ૨૭,૮૭૬/- તથા મોબાઈલ ફોન નંગ- ૦૧ જેની કિં રૂ-૧૦૦૦/- તથા સફેદ કલરની ઈકો ગાડી જેનો નંબર GJ-06-KD-7464 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૨૮,૮૭૬/- ના ગેરકાયદેસરના
પ્રોહિ મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. (૧) નટુભાઈ મલુભાઈ જાતે-રાઠવા મુળ રહે.ભુમસવાડા(વાવડી ફળિયુ) તા.ક્વાંટ જિ.છોટાઉદેપુર હાલ
પકડાયેલ આરોપીનું નામ :-
રહે.ક્રિષ્ણાનગર,ગાગરેટીયા પાસે,ડભોઈ રોડ,કપુરાઈ તા.જી-વડોદરા શહેર કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :-
(૧) પો.સ.ઇ.આર.પી.ચૌધરી, કરાલી પોલીસ સ્ટેશન (૨) હે.કો.રાકેશભાઈ જેશીંગભાઈ, કરાલી પોલીસ સ્ટેશન
(૩) હૈ.કો ઈરફાનએહમદ અબ્દુલનસીમ, કરાલી પોલીસ સ્ટેશન
(૪) હૈ,કો અશ્વિનભાઇ અભેસીંગભાઇ, કરાલી પોલીસ સ્ટેશન
(૫) હે.કો જીગ્નેશભાઈ કામરાજભાઈ, કરાલી પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here