કાલોલના બાકરોલ નજીક કરાડ નદીમાથી કેમિકલ યુક્ત પાણીનું ફીણ જોવા મળ્યુ… તંત્ર નિષ્ક્રીય…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીક થી પસાર થતી કરાડ નદી મા ઉપરવાસ માં વરસાદ થતા પાણી ની આવક વધતા બાકરોલ પાસે કરાડ નદી મા ફીણ યુકત પાણી નાં ગોટેગોટા જોવા મળેલ છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળે કેમિકલયુક્ત પાણી જોવા મળે છે સ્થાનીક કક્ષાએ થી વારંવાર રજૂઆત કરવામા આવે છે અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેમિકલ યુક્ત પાણી નાં નમુના લઈ જવામા આવે છે પરંતુ કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘણી વખત તો પાણીના ફુવારા અને મોટાં મોટાં પહાડ જેવા વમળો સર્જાય છે અને આગળ ની વ્યક્તિ પણ દેખાઈ શકાતી નથી. વારંવાર મીડિયા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી મળેલ માહીતી મુજબ હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં થી કેટલીક કંપનીઓ નું પ્રદુષિત પાણી કેમિકલ એક નાળા મારફતે કરાડ નદી મા છોડાય છે જે કાલોલ તાલુકાના બાકરોલ નજીક થી પસાર થતા સમગ્ર માનવ જીવન અને પશુ પક્ષી નાં અસ્તીત્વ સામે ખતરો બની જાય છે ત્યારે તંત્ર દ્વારા ઉચીત તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here