રાજકોટ : શાકભાજી વેંચતા ૨૧૯ ફેરિયાઓના સ્વાસ્થ્યનું થર્મલ સ્કેનિંગ કરાયું : કોઈને પણ વધુ નિદાન કે સારવારની આવશ્યકતા ન જણાઈ..

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવીયા

હાલના સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં દેશભરમાં લોકડાઉનની અમલવારી ચાલુ છે. આ સમયમાં શહેરના શાકભાજીના તમામ ફેરિયાઓનું થર્મલ સ્કેનિંગ કરાવવામાં આવી રહ્યું છે. જેમાં આજ બપોર સુધીમાં શાકભાજીનું વેંચાણ કરનારા કુલ ૨૧૯ જેટલા ફેરિયાઓના સ્વાસ્થ્યનું થર્મલ સ્કેનીગ કરવામાં આવી ચૂક્યું છે. જેમાં આજે બાપા સીતારામ ચોક, મારુતી ચોક, અમરનાથ સત્યમ પાર્ટી પ્લોટ, રાણીમાં રુડીમાં ચોક, બાલમુકુંદ જે.એમ.સી. નગર, આલાપ ગ્રીન, રૈયા રોડ, માયાણી ચોક, ગુરુ પ્રસાદ ચોક, વિજય પ્લોટ શાક માર્કેટ વિગેરે વિસ્તારોમાંથી શાકભાજી વેંચતા ફેરીયોનું ટેસ્ટીંગ કરવામાં આવેલ છે, રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, થર્મલ સ્કેનીંગ કરવામાં આવ્યું તેવા ૨૧૯ ફેરિયાઓ પૈકી કોઈને પણ વધુ નિદાન કે સારવારની જરૂર જણાઈ નથી માટે તેમને સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ નથી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here