ચોરીના કામે ગયેલ ઇકો ગાડી સાથે એક અરોપીને ઝડપી પાડતી ધાનેરા પોલીસ

ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ* તથા *શ્રી તરૂણકુમાર દુગ્ગલ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ* તથા *શ્રી પુજા યાદવ સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ* નાઓએ વાહન તથા મીલકત ચોરી સંબંધી ગુના શોધી કાઢવા માટે કડક સુચના કરેલ હોવાથી આજરોજ *બીવી.પટેલ  પોલીસ ઇન્સપેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન* નાઓના સીધા માર્ગદર્શન મુજબ અ.હેડ.કોન્સ ગોવિંદભાઇ અરજણભાઇ તથા અ.પો.કોન્સ વિક્રમભાઈ પીરાભાઈ તથા અ.પો.કોન્સ ભુરાભાઈ કેવદાભાઈ તથા આ.પો.કો રમેશભાઇ કચરાભાઇ તથા અ.પો.કો સરદારસિંહ ગણેશાજી ધાનેરા પોલીસ સ્ટેશનના માણસો સાથે *ઇકો GJ-01-HZ-6609ની* રાજસ્થાન રાજ્યના પુર ગામે ચરેડામાં પડેલની હકિકત મળતા સદરે જગ્યાએ જતા ઉપરોક્ત ગુનાના કામે ચોરાયેલ ઇકો ગાડી મળી આવેલ અને એક ઇસમ નામે *હીંમતકુમાર ધોકલારામ વિશ્નોઈ રહે.ભલીસર તા.ધોરીમના જી.બાડમેર રાજસ્થાન* વાળો મળી આવેલ અને સદર ઇસમને પુછપરછ કરતાં આ *ઇકો ગાડી ચોરી કરવા માટે વપરાયેલ સ્વીફ્ટ ગાડી નં.GJ-05-JE-1666* ની પણ કબ્જે કરેલ છે જેથી મજકુર હીંમતકુમાર ધોકલારામ વિશ્નોઈ રહે.ભલીસર તા.ધોરીમના જી.બાડમેર રાજસ્થાન વાળાને ચોરીમા ગયેલ મુદ્દામાલ કી.રૂ .3,00,000/- સાથે ધાનેરા પો.સ્ટે લઇ આવી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here