કાલોલ રેફરલ હોસ્પિટલમા ડોકટરની સતત ગેરહાજરીથી થાકી જાગૃત નાગરિકોએ તાળાબંધી કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ની રેફરલ હોસ્પિટલમાં ઘણા સમયથી ડોકટર ની ગેરહાજરી ને કારણે દર્દીઓ ને ભારે પરેશાની વેઠવી પડી રહી છે અખબારી અહેવાલો માં આ સમસ્યા વખતોવખત પ્રસિદ્ધ કરવામાં આવી તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ડોકટર ની કાયમી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકયું નથી આજ રોજ મંગળવારે સવારે પુનઃ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ ની ભીડ જામી હતી પણ ડોકટર નહિ હોવાથી સ્થાનિક લોકોએ આના કરતાં હોસ્પીટલ બંધ કરી દો તો સારુ તેમ જણાવી હોસ્પીટલ ને તાળાબંધી કરી હતી ઉલ્લેખનિય છે કે સરકાર દ્વારા તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય તે માટે સતત સક્રિય બની જાહેરાતો કરે છે અને પરિવાર કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ નાગરિકોને પોતાનાં સ્વાસ્થ્ય માટે તબીબી સુવિધાઓ આપવા પ્રયત્નશીલ રહે છે ત્યારે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાંબા સમયથી ડોકટર ની અછત નો મુદ્દો જીલ્લા સતાધીશો સુઘી કેમ નથી પહોંચતો આ પરિસ્થિતિ દરમ્યાન કોઇ જરૂરિયાતમંદ દર્દી ને મોટુ નુકશાન થાય તો જવાબદાર કોણ? આવા અનેક પ્રશ્નો ઉભા થાય છે તંત્ર ની આવી આળશ ને કારણે ન છૂટકે ખાનગી હોસ્પિટલ માં લોકોને જવાની ફરજ પડે છે. આ બાબતે તાલુકા હેલ્થ ઓફીસર ડો મિનેશ દોશી ને પુછતા તેઓએ જણાવ્યું કે હાલના ત્રણેવ ડોકટર રજા પર છે જીલ્લા માથી જંત્રાલ અને હાલોલ નાં ડોકટરો ને કાલોલ રેફરલ હોસ્પિટલ મા ડેપ્યુટેશન પર મૂકેલા છે. અને તેઓ પૈકી એક માંદગી ની રજા પર છે ત્યારે પ્રશ્ન એ છે કે એકસામટા આટલા બધા ડોકટરો ને રજાઓ કેવી રીતે આપવામા આવે છે? રજા મંજુર કરનારે હોસ્પીટલ ખાતે વૈકલ્પિક ડોકટર ની વ્યવસ્થા કરવાની ફરજ છે કે નહી? ત્યારે જગૃત નાગરિકો પૈકી નાં ભૂપેન્દ્રસિંહ ખેર, અશોકભાઇ ઉપાઘ્યાય તથા સુરજસિંહ દ્વારા જણાવ્યુ કે કાલોલ રેફરલ હોસ્પિટલ મા કાયમ માટે ડોકટર હાજર નહિ હોવાથી ગ્રામ્ય કક્ષાએ થી અને અહીંના શહેરી વિસ્તારમાં થી આવેલ દર્દીઓ નુ કોઈ રણીધણી નથી. હોસ્પીટલ ખાતે ઓર્થોપેડીક અને ગાયનેકોલોજિસ્ટ ડોકટર પણ આજે નથી ત્યારે આવી સ્થિતી માં દર્દીઓ ક્યા જાય તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યારે ખરેખર કાલોલ નગર નાં જાગૃત ધારાસભ્યએ આ બાબતે સરકાર માં યોગ્ય રજુઆત કરી કાલોલ ખાતે જુદા જુદા નિષ્ણાત કાયમી ડોકટરો ની નિમણુક થાય તેવા પ્રયત્નો કરવા રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here