ગોધરા સબજેલ ખાતે કેદી પાસેથી બે સીમ વાળો મોબાઈલ મળી આવતા ચકચાર…મીલીભગતની શંકાઓ..!!

ગોધરા, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા (કાલોલ) :-

ગોધરા ખાતેની સબ જેલમાંથી બુધવારના રોજ એલસીબી પોલીસ ની કેદીઓ ની ઝડતી ,તપાસ દરમિયાન સબ જેલ ખાતેની બેરેક નંબર ૪ માંથી સિકંદર ઈસાક બેલી ઊ. વ.૪૧ રે. સબ જેલ ગોધરા મૂળ રહેવાસી ઇદગા મોહલ્લા ગોધરા પાસેથી બે સીમકાર્ડ વાળો મોબાઈલ મળી આવતા જેલ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રતિબંધિત વિસ્તારમાંથી મળી આવેલ મોબાઈલ ની કીમત રૂ ૫૦૦ ગણી તપાસના કામે કબજે લઈ આ મોબાઈલથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ ? આ મોબાઈલ નો ઉપયોગ કયા કયા કેદીઓ દ્વારા કરવામાં આવ્યો છે? આ મોબાઈલ જેલમાં કોની કોની મદદ થી ઘુસાડવામાં આવ્યો છે? તેવા તમામ પ્રશ્નો બાબતે તપાસ કરવા માટે ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નો.કો. ગુનો દાખલ કરી પ્રીજનર્સ એક્ટ ની કલમ ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ની ફરિયાદ એલસીબી પીએસઆઇ આઇ.એ સિસોદિયા દ્વારા નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જેલ સતાધીશો ની મિલી ભગત વગર મોબાઈલ જેલમાં ઘૂસી શકે નહીં. મળતી માહિતી અને લોક ચર્ચા મુજબ સબ જેલ ગોધરા ખાતે સુબેદાર ની છત્ર છાયા માં નાણાકીય લેવદેવડ કરી તમામ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ફુલી ફાલી છે.આ સુબેદાર ની ઘનિષ્ટ તપાસ કરવામાં આવે તો ઘણા રહસ્યો જાણવા મળે તેમ છે. કેદીઓની મુલાકાત થી લઈ તેઓને સુવિધા નાં નામે ઘરનુ ટિફિન, નાસ્તો, બીડી સિગારેટ, માવા મસાલા અને ગાજા જેવી વસ્તુઓ બિન્ધાસ્ત રીતે જેલમા પહોંચે છે ત્યારે આ બાબતે તટસ્થ તપાસની જરૂરિયાત છે.પૈસાદાર કેદીઓ ને બેરેક બદલી નાં નામે હેરાન કરી નાણાં પડાવવામાં આવે છે. જાપ્તા માં જતા કેદીઓ પાસે અમુક રકમ લઈને આવવાની માંગ કરવામાં આવે છે.મુલાકાત કરનાર પાસે પૈસા માંગવામાં આવે છે અને ચીજવસ્તુઓ ની ડિમાન્ડ કરાય છે. તમામ બાબતે સુપ્રિટેનડન્ટ અને જેલર પણ સુબેદાર ની જીહજૂરી માં લાગી જાય છે. જેલના કેદીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ માં સારવાર બાબતે પોલીસ પાર્ટી સામે ધાક ધમકી આપવાના બે બનાવો બનેલ છે અને તેની પણ ફરિયાદો નોંધાઇ છે . જેલની વીઝિટ દરમ્યાન વહીવટી અઘિકારીઓ પણ ઔપચારિક રીતે વીઝીટ કરી ફરજ બજાવ્યા નો સંતોષ માણે છે. ત્યારે જેલ તંત્ર નાં સર્વે સર્વા એવા જીલ્લા કલેકટર અને સેશન્સ જજ આ બાબતે સંજ્ઞાન લેશે કે કેમ? કેદીઓને પોષણ ક્ષમ આહાર મળે છે કે કેમ? માન્ય સંખ્યા જેટલા જ કેદીઓ છે કે તેનાથી વધુ છે? તેની તપાસ સરપ્રાઈઝ વીઝિટ કરી સત્ય બહાર લાવવા અધિકારીઓને કોણ અટકાવે છે તે પણ મોટો પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here