ગોધરા બી.આર.જી.એફ ભવન ખાતે શિક્ષક દિન અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણની ઉજવણી કરાઈ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ ૨૦૨૩ અંતર્ગત ૪ શિક્ષકો અને ૧૦ બાળકોને સન્માનિત કરાયા

આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરાના
બી.આર.જી.એફ ભવન ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષતામાં શિક્ષક દિન અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણની ઉજવણી કરાઈ હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત થકી કરાઈ હતી.
આ સાથે વિવિધ મહાનુભાવોના હસ્તે પંચમહાલ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ૦૪ શિક્ષકોને પારિતોષિક આપીને જાહેરમાં સન્માનિત કરાયા હતા.મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત મેરીટમાં આવેલ ૦૫ તથા કોમન એન્ટ્રસ ટેસ્ટમાં તેજસ્વી ૦૫ કુલ મળીને ૧૦ વિધાર્થીઓનું સન્માન કરાયું હતું.જિલ્લાની ૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓને સન્માનિત કરાઈ હતી.
૫મી સપ્ટેમ્બરએ ભારતનાં શ્રેષ્ઠ શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.તેઓ એક શ્રેષ્ઠ શિક્ષક, વિચારક અને સ્વતંત્ર ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર બાદ બીજા રાષ્ટ્રપતિ તરીકે નિમણુક પામેલ હતા. ગુજરાત માટે શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવાઓ માટે શિક્ષકોને પારિતોષિક આપવાની યોજના અમલમાં હતી પરંતુ આ યોજનાનો વ્યાપ વધારવાનાં હેતુસર તથા શિક્ષકોને તાલુકા, જિલ્લા કક્ષાએ પુરતા પ્રમાણમાં પુરસ્કૃત કરવાથી શિક્ષકોને તેમની કામગીરીમાં ઉત્તેજન મળે તે હેતુથી નવી યોજના રાજ્યના શિક્ષકોને તાલુકા/જિલ્લા તથા રાજ્યકક્ષાએ પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાએ નામાભિધાન સાથે યોજના શરૂ કરવામાં આવી હતી.
આજના આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી રમેશભાઈ રાઠવા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ સહિત જિલ્લાના આચાર્યશ્રીઓ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રેષ્ઠ શિક્ષક
૧. શ્રી પ્રવીણભાઈ પટેલ – પાનેલાવ પ્રાથમિક શાળા,તાલુકો-હાલોલ
૨. શ્રી ભરતભાઈ રાઠોડ – વેડ પ્રાથમિક શાળા,તાલુકો-હાલોલ
૩.શ્રી અશોકકુમાર પટેલ – શંકર લહેરના મુવાડા પ્રાથમિક શાળા,તાલુકો-ગોધરા
૪.શ્રી દિનેશકુમાર પરમાર – પઢીયાર પ્રાથમિક શાળા,તાલુકો-ગોધરા

ધોરણ ૧૦/૧૨માં ૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓ

૧. આદર્શ નિવાસી શાળા, ઘોઘંબા ધોરણ ૧૦
૨. મોડેલ સ્કૂલ,ઘોઘંબા ધોરણ ૧૨
૩. મોડેલ સ્કૂલ મોરવા હડફ ( ઉચ્ચતર માધ્યમિક વિભાગ)
૪. એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ સ્કૂલ,વેજલપુર ધોરણ ૧૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here