ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

*“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે”વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” પંચમહાલ જિલ્લો બન્યો યોગમય

આજરોજ ૨૧ જૂન ૨૦૨૩ના ૯મા વિશ્વ યોગ દિવસની સમગ્ર રાજ્યમાં જન ભાગીદારી સાથે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે ઉજવણી કરાઈ છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ અને જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરીને યોગનું મહત્વ તથા યોગ પ્રણાલી અપનાવવાથી જીવનમાં થતા ફાયદા વિશે વાત કરી હતી.
આ સાથે સૌકોઈએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ તકે સ્ટેટ કો – ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન અને યોગ કોચે સ્ટેજ પરથી યોગ શરૂ કર્યા હતા, જે અનુસાર તમામ લોકોએ યોગ કર્યા હતા.છેલ્લે રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું.
આ તકે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી,શ્રી ફતેહસિંહ ચૌહાણ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી પ્રતાપસિંહ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,રેન્જ આઈજીશ્રી,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપ પસાયા સહિત જિલ્લાના સંકલન અધિકારીશ્રીઓ,યોગ કોચ અને ટ્રેનર ,પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here