વેજલપુર ખાતે ક્લસ્ટર કક્ષાનું યોજેયેલ વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજ રોજ તા.૧૪/૯/૨૦૨૩ ના રોજ વેજલપુર ખાતે ક્લસ્ટર કક્ષા નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પે સેન્ટર ના આચાર્ય ફતેસિંહ રાઠોડ ની અધ્યક્ષતામાં અને સીઆરસી કો.ઓ દિનેશભાઈ માછી ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો .આ પ્રદર્શન માં કુલ 15 કૃતિઓ રજૂ થઈ હતી…જેમ વિભાગ વાર નિર્ણાયકો થકી નિર્ણય આપીને વિભાગ 1 માં નાદરખા પ્રા શાળા ,વિભાગ 2 માં નાદરખા ,વિભાગ 3 માં ખરસાલિયા ,વિભાગ 4 માં નાદરખા અને વિભાગ 5 માં વેજલપુર શાળા ઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને તાલુકા કક્ષાએ મોકલવામાં આવી હતી.આ પ્રદર્શન માં બીઆરસી કો.ઓ કાલોલ અને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ના મહામંત્રી રમેશકુમાર પટેલ હાજર રહ્યા હતા આ તબક્કે પેટા શાળા ના શિક્ષક ભાઈ બહેનો હાજર રહીને કૃતિઓ નિહાળી હતી.સીઆરસી કો.ઓ દિનેશભાઇ માછી તરફથી વેજલપુર શાળા ના તમામ અને કૃતિઓ લઈને આવેલ તમામ બાળકો અને શિક્ષકો ને ભોજન આપવામાં આવ્યું હતું .ભાગ લીધેલ તમામ બાળકો ને નોટબુક અને પેન અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here