પંચમહાલ જિલ્લામાં મોબાઈલ ટુ સ્પોર્ટસ ગાયન સ્પર્ધાનું આયોજન ગાયન વિભાગ સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાન) અને લોકગીત તથા ભજન સ્પર્ધા યોજાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૧૨ ડિસેમ્બર થી ૧૮ ડિસેમ્બર અને રાજ્ય કક્ષાની સ્પર્ધા તા. ૨૬ ડિસેમ્બર-૨૦૨૦ના રોજ યોજાશે

મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીનો યુવાઓના સર્વાંગી વિકાસ હેતુ વપરાશને પ્રોત્સાહન આપવાના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટસ”ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે. કોવિડ-૧૯ની મહામારીના વિષમ સંજોગોમાં યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા તેમજ રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવાની તાતી જરૂરિયાતને ધ્યાને લઈ તેમજ યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકાર દ્વારા વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન “મોબાઈલ ટુ સ્પોર્ટસ” ની નવી યોજના મંજૂર કરવામાં આવી છે. જે અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી-પંચમહાલ દ્વારા સંયુક્ત રીતે ગાયન (સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય સંગીત, કંઠય સંગીત (હિન્દુસ્તાન), લોકગીત/ ભજન સ્પર્ધા) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા વયજૂથ- ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાની ૫ થી ૭ મિનિટનો વિડીયો ક્લિપ તૈયાર કરી તા.૧૮/૧૨/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધી કચેરી સમય દરમિયાન મોબાઈલ વોટ્સએપ ઉપર મોબાઈલ નંબર ૬૩૫૩૯૩૫૬૫૭ (પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી રાજેશ પારગી) અથવા ૯૬૩૮૧૭૩૮૭૩ (કોમ્પ્યુટર ઓપરેટર શ્રી રાજેશ બારિયા)ને મોકલી આપવાનો રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ-૦૨, રૂમ નંબર-૩૫, પ્રથમ માળ, પંચમહાલનો સંપર્ક કરવા જણાવાયું છે. સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈડી, સ્કૂલનું નામ અને સરનામું વગેરે બાબતોનો વિડીયો ક્લીપમાં ઉલ્લેખ કરવાનો રહેશે. વિડીયો ક્લિપની સાથે ઉંમરના પુરાવા સાથે આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ બેંક, પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષનો સમાવેશ કરવાનો રહેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટુ સ્પોર્ટસ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rKensUaz-g પરથી મળી શકશે તેમ પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ. ૫૦૦૦/- મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here