ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ કાળી ભોઇ ત્રણ રસ્તા પાસેથી ચોરીની મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી પાવાગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો…

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી માહીતી મળેલ કે , તા .૩૧ / ૦૮ / ૨૦૨૨ ના રોજ પાવાગઢ નીચે માચી જવાના રસ્તા પાસે પાર્ક કરેલ હીરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે .૧૭ બી.કે .૭૩૫૧ ની ચોરાયેલ છે તે મોટર સાયકલ મોઈન ઉર્ફે જફર ઉમરભાઇ કાજી રહે . પુરસોત્તમ સોસાયટી જી.ઈ.બી. સામે કાલોલ તા.કાલોલ નાઓએ ચોરી કરેલ છે અને તે ચોરીની મોટર સાયકલ લઇને હાલોલ કાળીભોઈ ત્રણ રસ્તા પાસે બેઠેલ છે શ્રી આઇ.એ.સિસોદીયા પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ હાલોલ કાળીભોઈ ત્રણ રસ્તા પાસે જઇ ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબની ચોરીની ઉપરોકત મોટર સાયકલ સાથે મોઈન ઉર્ફે જર ઉમરભાઇ કાજી રહે . પુરસોત્તમ સોસાયટી જી.ઈ.બી. સામે કાલોલ તા.કાલોલ નાઓને પકડી પાડેલ છે . પોકેટકોપ મોબાઇલમાં રજીસ્ટ્રેશન નંબર તથા એન્જીન તથા ચેચીસ નંબર નાખી સર્ચ કરતા તેના માલીક તરીકે ચાવડા દીલીપસિંહ ભારતસિંહ રહે . ચાંપાનેર તા . હાલોલ જી.પંચમહાલનું નામ જણાય આવેલ હતું.

આ કામે પકડાયેલ ઉપરોકત ઈસમની પુછપરછ કરતા તેઓ જણાવેલ કે તા .૩૧ / ૦૮ / ૨૦૨૨ ના રોજ બપોરના સમયે પાવાગઢ ખાતે ફરવા ગયેલો અને ફરતા ફરતા માચી જવાના રસ્તા પાસે નીચે એક મોટર સાયકલ પાર્ક કરેલ હોય તે ઉપરોકત મોટર સાયકલને ડાયરેકટ કરી ચોરી કરી લાવેલાની કબુલાત કરેલ છે . આ મોટર સાયકલ સંબધે તપાસ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here