ગોધરા એલ.સી.બી. પોલીસે વેજલપુર પો.સ્ટે. ના ભુખી ગામેથી વિદેશી દારૂના કવાટરીયા નંગ- ૨૮૬ કિ.રૂ.૩૦,૦૩૦ /- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડયો…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓને જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ નેસ્તો નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્. શ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, કાલોલ તાલુકાના ભૂખી ગામે રહેતો વીરેન્દ્ર ઉર્ફે ભુરીયો રંગીતસિંહ જાદવ નાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી તેના ભુખી ગામના સાલીયાવાળા માળમા આવેલ મકાઇ વાળા ખેતરમા સંતાડી રાખી વેચાણ કરે છે તેવી મળેલ બાતમી આધારેશ્રી આઇ.એ.સિસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાર્ફના માણસોએ ભુખી ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચેવલ મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે.

(૧) રોયલ સીલેક્ટરટ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૧૯૦ કિ.રૂ.૧૯,૯૫૦/-
(૨) ગોવા વસ્પરીટ ઓર્ફ સ્મુથનેસના કવાટરીયા નંગ-૯૬ કી રૂ.૧૦,૦૮૦/ કુલ. કિ..રૂ.૩૦,૦૩૦/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here