ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ EXIT POLL તથા OPINION POLL બાબત જાહેરનામું

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હી ના તા.૧૦/૧૧/૨૦૨૨ ના પત્ર અને તા.૧૦/૧૧/૨૦૨૨ના જાહેરનામાથી જણાવવામાં આવે છે કે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨ (શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૫:૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (Opinion Poll) સહિતની કોઈપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઈપણ ઇલેક્ટ્રોનિક સહીતની કોઈપણ માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ છે, તેવી સ્પષ્ટતા કરતું જાહેરનામું તા.૧૦/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી આયોગે બહાર પાડ્યુ છે. તેમ ઉપ સચિવશ્રી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here