ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી એમ.બી.રાણા સાહેબ દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી ખાતે દરોડા..

ગણદેવી,(નવસારી) દિપ મહેતા (સુરત) :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને પી.એસ.આઇ શ્રી એમ.બી.રાણા સાહેબને બાતમી હકિકત મળેલ કે, “નવસારી જિલ્લાના ગણદેવી ખાતે સુગર ફેક્ટરીની સામે આવેલ શેરે પંજાબ હોટલમા દિલીપસીંગ ઉર્ફે પપ્પુ સરદાર તથા તેનો ભાઈ ચરણસિંગ ઉર્ફે લાલુ સરદાર નામના ઈસમો પોતાની હોટલમા બિનઅધિકૃત રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી પોતે તથા મળતીયા માણસો રાખી વિદેશીદારૂના જથ્થાનું છુટક વેચાણ કરી રહેલ છે.” તે માહિતી આધારે તા. ૨૮/૦૮/૨૦૨૨ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કુલ કિં.રૂ.૧૧,૪૧૫/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૭૪,૧૯૫/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૫ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુધ્ધ નવસારી જિલ્લાના ગણદેવી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here