ક્લાઘોડા નજીક બનાવેલા રેલવે ગરનાળામાં વર્ષાઋતુની શરૂઆત માજ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

હાલ થોડા દિવસ અગાવ કરોડો ના ખર્ચે ડભોઇ ચાણોદ કેવડીયા રેલવે લાઇન બનાવવામાં આવી છે આ રેલવે લાઇનની કામગીરી દરમિયાન તિલકવાડા તાલુકાના વડિયા રેંગણ વાસણ નળગામ સહિત વિવિધ વિસ્તારોમાં રેલવે ગરનાળા બનાવવામાં આવ્યા છે પરંતુ આ ગળનારા માં પાણીના નિકાલ માટે કોઈ પણ રસ્તો આપવામાં આવ્યો નથી જેના કારણે સામાન્ય વરસાદમાં પણ ગળનાળા માં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આવતા જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડિયા કલાઘોડા રેંગણ અને વાસણ નજીક બનાવવામાં આવેલા ગરનાળામાં વર્ષાઋતુ ની શરૂઆતમાં સામાન્ય વરસાદ પડતા ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતા આ રસ્તો 10 થી વધુ ગામોને જોડતો મેન રસ્તો છે અને આસ પાસ ના ગામના લોકો જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ માટે તિલકવાડા માં આવતા હોય છે આખો દિવસ વાહન ચાલકો અવર જવર કરતા હોય છે પરંતુ સામાન્ય વરસાદ પડતા આ રેલવે ગળનારા માં પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓ વાહનચાલકો અને ખાસ કરીને આસ પાસ ના વિસ્તાર ના ખેડૂતોને ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં ખેતીની સિઝન ચાલે છે આ વિસ્તાર ના લોકો મોટા ભાગે ખેતી કામ કરતા હોય છે અને ખેતર માં વારંવાર અવર જવર થતી હોય પરંતુ નાળા માં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને ખેતર માં જવાની પણ ભારે મુશ્કેલી પડે છે.

આસ પાસ ના ખેડૂતો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ સમસ્યાની રજૂઆત ઘણીવાર અધિકારીઓને કરવામાં આવી છે જેમાં થોડા દિવસ અગાઉ રાજપીપળા પ્રાંત અધિકારી તિલકવાડા મામલતદાર અને રેલવેના અધિકારીઓ દ્વારા આ ગળનારા ની મુલાકાત લેવામાં આવી હતી અને આ સમસ્યાનો નિકાલ વહેલામાં વહેલી તકે લાવવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને નિકાલ ન આવે ત્યાં સુધી સબમર્સીબલ પંપ દ્વારા પાણીનો નિકાલ કરવાની સુવિધા કરવામાં આવી હતી ગરનાળા પાસે સબમર્સીબલ પંપ મૂકવામાં આવ્યા છે પરંતુ પંપ ચાલુ કરવા ડીઝલ ની સુવિધા કરવામાં આવી નથી અને પંપ ચાલુ બંધ કરવા કોઈ માણસ પણ મુકવામાં આવ્યો નથી જેથી કરીને વહેલામાં વહેલી તકે આ સમસ્યા નો નિકાલ કરવામાં આવે તેવી આસ પાસ ના વિસ્તાર ના ગ્રામ જનો અને ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે અને જો વહેલી તકે નિકાલ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here