આઝાદીના 74 વર્ષો બાદ પણ રોડ રસ્તા લાઇટ શૌચાલય મોબાઈલ નેટવર્ક આવાસની કોઇજ સુવિધાઓ વિનાના ગામમા પણ ઉત્સાહભેર આઝાદીનો પર્વ ઉજવાયો…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના ઉંડાણમાં આવેલ રીંગાપાદર ગામ હાલ પણ મુળભુત સુવિધાઓથી વંચિત !!!!

દેશના એસપીરેશનલ જીલ્લાના આદિવાસીઓ ના આજે પણ બેહાલ વિકા ની રાહ જોઈ રહ્યા છે !!!

નમૅદા જીલ્લાના ઉડાણમા આવેલ રીગાપાદર ગામે ૭૪મા સ્વાતંત્રય પવૅના દિવસની ઉજવણી સમગ્ર દેશ વાસીઓ સાથે તેઓએ પણ કરી હતા. પત્રકાર વિપુલ ડાંગીના વરદ હસ્તે ધ્વજારોહણ કરી ગામ લોકોએ ઉત્સાહભેર રંગેચંગે ભવ્ય ઉજવણી કરી દેશના 74 મા સ્વાતંત્રય પર્વની ઐતિહાસિકતાના ગૌરવશાળી સાક્ષી બન્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દિલીપભાઈ પટેલ, ગામના અગ્રણી યુવા આગેવાન વિરસિંગભાઈ વસાવા, જયસિંગભાઈ વસાવા,મુળજીભાઈ માકતાભાઈ વસાવા, મારગીયાભાઈ વસાવા, તારસીગભાઈ વસાવા, દિવાલીયાભાઈ. વસાવા,વેસ્તાહભાઈ વસાવા સહિત શાળાનો સ્ટાફ ગામ લોકો મોટી સંખ્યામાં વરસી રહેલા વરસાદમાં ઉપસ્થિત રહી કાયૅક્રમમા ભાગ લઈ જોડાયા હતાં ગામ લોકોએ દેશની આઝાદીના ૭૪મા રાષ્ટ્રીય સ્વાતંત્રય પવૅના ૧૫મી ઓગસ્ટના શુભ પવિત્ર અવસરના પ્રસંગના દિવસને ગામ લોકોએ ખુશીઓનો ઉમંગનો પવૅની ધામધૂમ પૂવૅક ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી, પરંતુ ગ્રામજનોમા પોતાના ગામનો દેશની આઝાદીને 74 વર્ષો વિત્યા છતા વિકાસ કોરાણે રહ્યો હોય કયાંકના કયાંક મનમાં અસંતોષ સાથે મોઢા પર અનેક ફરિયાદો સંભળાઇ હતી.

છેવાડાના આદિવાસીઓ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે

સ્વાતંત્રય પર્વની ઉજવણીના કાયૅક્રમ પ્રસંગે ગામના યુવા અગ્રણી આગેવાન વિરસિંગભાઈ વસાવા અને જયસિંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આપણા દેશમા સમગ્ર વિસ્તારમા દેશના દેશવાસીઓ ૭૪મા રાષ્ટ્રીય સ્વાતંત્રય પવૅના દિવસની ઉજવણી દેશના સ્વતંત્ર નાગરિક તરીકે ઉત્સાહ ભેર, રંગેચંગે દબદબાભેર ઉજવણી કરી રહ્યા છે પરંતુ આજે સ્વાતંત્રય પવૅના દિવસના શુભ પ્રસંગે અમો દુખ વ્યકત કરી રહ્યાં છે કારણ કે દેશ આઝાદ થયો છે પણ અમારા રીગાપાદર ગામના ભારત દેશના નાગરિકોને હજી સુધી આઝાદી મળી નથી !!

ગામમાં કોઈ જ માળખાકીય પ્રાથમિક રોડ રસ્તો, લાઈટ, શૌચાલય આવાસો, પાણી મોબાઈલ નેટવર્કર સહિતની સુવિધાઓ તંત્ર કે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાઈ નથી ગામ લોકો આજે પણ માળખાકીય પ્રાથમિક સુવિધાઓની સવલતોથી વંચિત રહી દોઝગણી દાસ્તાનીમા જીદંગી જીવીને ગરીબાઈમા જીવન પસાર કરી રહ્યા છે તેમ છતાં અમારા ગામમાં સ્વાતંત્રય પવૅની માનભેર ઉત્સાહથી ઉજવણી કરીએ છે આપણા ભારત દેશના વિકાસનો યશ ખાટતી સરકારોની વાતો કેટલી પોકળ સાબિત થતી દેખાઈ રહી છે, નુ જણાવીને અમારા ગામના લોકોની દોઝખભરી દાસ્તાન જીદગીના ચિતારની સ્થિતીનો અરીસો કંઈ અલગ જ પ્રતિબિંબ પાડી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સૌનો સાથ સૌનો વિકાસ, ભણશે ગુજરાત ગણશે ગુજરાત,ગતિશીલ ગુજરાતનો મોડૅન વિકાસ શુ આ વિકાસ છે ગામના પ્રાથમિક શાળાના ખુખ્ય શિક્ષક દીલીપભાઈ પટેલ કહ્યુ હતું કે મારી શાળાએ જવા આવા માટે પાકો રસ્તો નથી કાચો રસ્તો છે ગામમાં લાઈટ નથી જેથી મારે છોકરાઓને ભણાવવામા ભારે તકલીફો પડે છે કાચો રસ્તો હોવાથી ચોમાસામાં કાદવ કીચડ થઈ જાય છે બાઈક કાઢીને નિકળવું મુશ્કેલ થઈ પડે છે બાઈક લઈને કેટલીક વખત હું પડી જવાથી નાની મોટી ઈજાઓ થઈ છે ગીચડથી રીગાપાદર ગામને જોડતાં આ રસ્તે નાની મોટી ખાડી,કોતરોના પાણીના વેગનો પ્રવાહ ભારે પુરજોશમાં જંગલોમાંથી વહીને આવે છે ચોમાસામાં રસ્તો બંધ થઈ જાય છે, સ્વાતંત્રય પવૅની ઉજવણી નિમિત્તે આજે ગામમાં ધ્વજારોહણ કરવા ભારે તકલીફો વેઠી ઝોખમ ખેડી આવવું પડયું છે ગામમાં લાઈટ અને રસ્તો પાકો બની જાય તો ગામના લોકોની શિક્ષકોની મુશ્કેલીઓ દુર થઈ શકે છે બાળકોને ભણાવવામા મુશકેલીઓ પડે છે તેનો સરળતાપૂર્વક નિવેડો ઉકેલ આવી શકે છે.

આમ કેન્દ્ર સરકારના ગુજરાતના એસપીરેશનલ નર્મદા જિલ્લાના વિકાસની આ ગાથા સહુનો સાથ સહુનો વિકાસના સરકારી દાવાઓને પોકળ સાબિત કરવા માટે પુરતી છે. ગુજરાત ને મોડેલ સ્ટેટ તરીકે રજુ કરવાની વાહવાહી લૂંટવામાં આવી રહી છે ત્યારે છેવાડાના આદિવાસીઓ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here