કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો હેતુ સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા તાલુકામાં આર્સેનિકમ આલ્બમ 30 ટેબ્લેટનું વિતરણ કરાયું

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

નિયામકશ્રી, આયૂષની કચેરી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો માટે આયુર્વેદ /હોમિયોપેથીક ગાઈડ લાઈન મુજબ ડૉ.અંજુમ મુસાણી જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા અને ડૉ. વી.એમ.પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનો સુધી રક્ષણાત્મક ઉપાયો પહોંચે તે માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકારી હોમિયોપેથીક દવાખાના નાંદરવાએ સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંકલનમાં રહી વિતરણ કાર્યક્રમ બી.આર.સી.ભવન શહેરા ખાતે કરેલ. માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ ઉપસ્થિત રહી કોવિદ – 19 જેવી મહામારીના સમયે સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને શિક્ષકો સાથે જિલ્લાના તમામ બાળકોના શિક્ષણની સાથે તેમની સલામતી, સુરક્ષા અને આરોગ્યની ચિંતા વ્યક્ત કરી હતી. નાંદરવા હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડૉ.હાર્દિકા માછીએ ARSENICUM ALBUM 30 ગોળી લેતાં પહેલાં અને પછી શું કાળજી રાખવી અને તેના ફાયદા સમજાવ્યા હતા. બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારે શહેરા તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો, શિક્ષકો અને તેમનો પરિવારને કોરોના મહામારી સામે રક્ષણ મળી રહે તે માટે સી.આર.સી.કો.ઓર્ડીનેટરો મારફતે સંબંધિત શાળાઓના શિક્ષકો સુધી ARSENICUM ALBUM 30 નામની ગોળીઓ પહોંચાડવાનું આયોજન મુજબ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ કોવિદ 19 ની તમામ પ્રકારની ગાઈડલાઈનને અનુસરી કોરોના સંદર્ભે માર્ગદર્શન આપી સમગ્ર શહેરા તાલુકાના વિદ્યાર્થીઓ, માતા-પિતા, વાલીઓ, શિક્ષકો અને તેમના પરિવાર માટે હોમિયોપેથીક દવા ARSENICUM ALBUM 30 ની 12, 600 સચેટ વહેંચવામાં આવ્યા છે. સમગ્ર શિક્ષા અભિયાન શહેરા બાળકોના શિક્ષણની સાથે સાથે તેમની સલામતી, સુરક્ષા અને આરોગ્યની પણ ખૂબ ચિંતા કરે છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ કોવિદ 19 જન આંદોલન શપથ લેવડાવી સૌને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here