કાલોલ શહેર વાસીઓએ કોરોનાની રસી લીધા બાદ આડઅસરને નકારી મેગ્નેટિકની વાતને ગણાવી માત્ર અફવા

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

આવનારી ત્રીજી લહેરથી બચવા રસીકરણ જ એક માત્ર વિકલ્પ તમામ નાગરિકોએ ફરજિયાત રસી લેવી જોઈએ. કોરોના સામે હાલ એક માત્ર શસ્ત્ર વેક્સિન જ છે

કાલોલ :સમગ્ર ગુજરાતમાં કોરોના કાળમાં કહેવાય છેકે, વેક્સીન એ જ વાયરસથી બચવાનો ઉપાય છે. ત્યારે સરકાર પણ રસીકરણના મહાઅભિયાનને ખુબ જોરશોરથી ચલાવી રહી છે. કાલોલના નગરમા અને અંતરિયાળ વિસ્તારોમાં પણ કોરોનાના ટીકાકરણ અભિયાન માટે સરકારી તંત્રને કામે લગાવવામાં આવ્યું છે. જોકે, કોરોનાની રસી લીધાં બાદ કેટલાંક લોકોમાં કંઈક અલગ પ્રકારના લક્ષણો સામે આવ્યાં હોવાની વાત વંટોળિયે ચઢી હતી પણ વાતમાં કોઈ તથ્ય ન જોવા મળ્યા હતા.. કોરોનાની રસી લેનારા તેમના અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે આવી કોઈપણ અસરને નકારી હતી. કાલોલ અને ગ્રામીણ વિસ્તારોના સ્થાનિકો જેમણે પ્રથમ ડોઝ અને બીજે ડોઝ લીધા તેમની સાથે વાત કરતા તેઓએ આ વાત ને માત્ર અફવા ગણાવી હતી અને લોકો આ અફવાઓ માં ના આવે તેવી અપીલ પણ કરી હતી.કોરોના થી બચવા વેકસીન લેવી અત્યંત જરૂરી હોવાની વાત પણ કરી. કલમ કી સરકાર ન્યૂઝના સંવાદદાતા સાથે વાત કરતા તાલુકા હેલ્થ ઓફિસર ડો.દોશી સાહેબ જણાવ્યું કે કાલોલ શહેર તથા તાલુકામાં ૫૭૦૬૧ પ્રથમ ડોઝ અને ૨૨૯૪૧ બીજો ડોઝ આમ કુલ ટોટલ ૮૦૦૦૨ રસીકરણ ની કામગીરી હાથ ધરાઇ છે.તેમણે જણાવ્યું આજ દિવસ સુધી અમારા પાસે કોઈ શિકાયત કે કોઈ કેસ આવેલ નથી કે રસી લીધા પછી આડઅસરથી નુકસાન થયું હોય. તેમણે વધુ જણાવતા કે લોકો માં જે આડઅસરની વાત વહેતી થઈ તે મામલે સ્થાનિકોના આના પાછળ બીજું અન્ય કારણ હશે પણ વેકસીન ના લીધે આ પ્રકારની કોઈ અસર તેમના માં જોવાં ના મળી હોવાનું જણાવ્યું હતું અને વેકસીન બાદ માત્ર સામાન્ય તાવ ની અસર થતી હોવાની વાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here