પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરાયો…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

શુદ્ધ ભાવના, સેવા ભાવના અને દેશ ભાવના વાળા લોકોની આમ આદમી પાર્ટી છે. પ્રમુખ દિનેશ બારીઆ

આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.
જિલ્લામાંથી ખુબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ, ઉપ પ્રમુખ અને અભિનેત્રી ઉન્નતિ પરમાર, જિલ્લા પ્રચાર સામગ્રી પ્રમુખ નૈમિષા વ્યાસ, વિગેરે બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કુ. કાન્ચન ના શુભ હસ્તે રીબીન કાપી, દિપ પ્રાગટય કરાવીને કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના હસ્તે શ્રીફળ વધેરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

જિલ્લાના તમામ કાર્યકર્તાઓનું સંબોધન કરવા ઝૉન સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડા તથા ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ શ્રી મહિપતસિંહ ચૌહાણ તથા કિસાન નેતા રમણીકભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ઉપસ્થિત મહેમાનોનું ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
જિલ્લા પ્રમુખે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, કાર્યાલય એ કામગીરી માટે છે, કાવતરા માટે નહીં. આમ આદમી પાર્ટીનું કાર્યાલય એ કેજરીવાલ છે, ગોપાલભાઈ ઇટાલીયાજી છે અહીં થયેલ સંપર્ક ગોધરા થી ગાંધીનગર અને ગોધરા થી દિલ્હી સુધી જશે. સાથે સાથે “મારું ગામ, મારું કામ” અભિયાનની જાહેરાત કરવામાં આવી છે.
ઝૉન સંગઠન મંત્રી શ્રી જયેશભાઈ સંગાડા સાહેબે કાર્યકરોને આમ આદમી પાર્ટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે હવે ભ્રષ્ટાચાર સામે લડવાની જરૂર છે તેમ કહી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી ની કામગીરી અને સંગઠને મજબૂત ગણાવી હતી.
કાર્યાલય શુભારંભ પ્રસંગે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ (વકીલ), જિલ્લા મહિલા સમિતિ ઉપ પ્રમુખ ઉન્નતિ પરમાર (અભિનેત્રી) ગોધરા શહેર પ્રમુખ અજય વસંતાની, શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી, ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, કાલોલ તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ, મોરવા હડફ તાલુકા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, જિલ્લા ઉપ પ્રમુખ દયાલ આહુજા, ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ પ્રો.ડૉ. જગદીશચંદ્ર માછી, જિલ્લા બક્ષીપંચ સમિતિ પ્રમુખ સંજયભાઈ પટેલ, જિલ્લા યુવા સમિતિ મહામંત્રી ભરતભાઈ રાઠવા, જિલ્લા મંત્રી દિનેશ જાદવ, જિલ્લા માઇનોરીટી સમિતિ પ્રમુખ અમીન ગુરજી, હાલોલ તાલુકા પર્યાવરણ મંત્રી દિનેશ યાદવ વિગેરે કાર્યકરોએ હાજરી આપી હતી.
કોવિડ ૧૯ ના નિયમોનુસાર સંખ્યા માં કરવાની તંત્રની સૂચનાનુસાર ઓછી સંખ્યામાં કાર્યક્રમ યોજાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here