કાલોલ પોલીસે કસ્બામાં જુમ્મા મસ્જિદ ખાતે મસ્જિદના ટ્રસ્ટીઓ અને કોમના આગેવાનો સાથે શાંતિ બેઠક યોજી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ નગરના જુમ્મા મસ્જિદ ખાતે આવેલ નુરાની ચોકમાં કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પી એસ આઈ એ એમ બારીયા તેમજ કાલોલ ટાઉન પોલીસ જમાદાર ચંદનસિંહ પરમાર સાથે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અને કોમના આગેવાનો સાથે શુક્રવારે શાંતિ બેઠકનું આયોજન કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી સમયમાં આવી રહેલ ધાર્મિક તહેવારો જેવા કે નવરાત્રી, ઇદે મિલાદ, દિવાળી ઉપરાંત વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે, જે અનુસંધાને કાલોલ નગરમાં કાયદો વ્યવસ્થા અને કોમી એખલાસતા જળવાઈ રહે એ માટે કોઈ અનિચ્છનિય બનાવ ન ઘટે, સોશિયલ મીડિયામાં પણ કોઈ અભદ્ર કે ધાર્મિક લાગણીઓ દુભાય એવા શબ્દો, ટીકા ટિપ્પણીઓ અને અફવાઓથી દૂર રહેવા અંગે કાયદાકીય મદદ અને માર્ગદર્શન આપ્યું હતું, તદ્ઉપરાંત ઈસ્લામિક સદભાવના અને નાગરિક ધર્મનું પાલન કરવાનો સંદેશ આપ્યો હતો. અત્રે કાલોલ પોલીસ સાથેની શાંતિ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઇસુબભાઈ બેલીમ , મોલના ઉસ્માન હાફિઝ અશરફી તેમજ સમાજના આગેવાનો વડીલો દ્વારા સિનિયર પી એસ આઈ એ એમ બારીયા તેમજ કાલોલ ટાઉન પોલીસ જમાદાર ચંદનસિંહ પરમારનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here