કાલોલ : કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતન અને લાભો માટે આવેદનપત્ર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ મામલતદારને આજરોજ આવેદનપત્ર આપી રોજમદાર કરાર આધારિત અને આઉટસિંગના કર્મચારીઓ કે જેઓ છેલ્લા 10 અને 20 વર્ષથી વિવિધ કચેરીઓમાં કોમ્પ્યુટર ઓપરેટર ,પટાવાળા ,ડ્રાઇવર, સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે તેઓ દ્વારા કાલોલ ના મામલતદારને આવેદનપત્ર આપી જણાવેલ કે તેઓને રજાઓના તથા મેડિકલ ના વીમા નાં લાભો આપવામાં આવે તેમજ તેઓની સેવાપોથી નિભાવવામાં આવે તથા સીપીએફ અને જીપીએફ ના લાભો પણ આપવા ની માંગણી કરી જે કોઈ કર્મચારીએ 10 વર્ષથી વધુ સેવાઓ આપી છે તેઓને ઉચ્ચતર પગાર ધોરણના પણ લાભો આપવામાં આવે અને આવા તમામ કર્મચારીઓને કાયમી કર્મચારી ઘણી કાયમી કર્મચારીને મળતો લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે. સરકારશ્રીની વિવિધ કચેરીઓમાં જેમ કે ઈ ધરા કેન્દ્ર મામલતદાર ઓફિસ પુરવઠા ઓફિસ, મધ્યાન ભોજન શાખા, મતદાર યાદી શાખા માંથી કરાર આધારિત કર્મચારીઓને કમિશન પ્રથા માંથી મુક્ત કરી યોગ્ય પગાર સ્કેલ નક્કી કરી આપવા 16 જેટલા કર્મચારીઓએ પોતાની સહી કરી આપી કાલોલ મામલતદારને આયોજનપત્ર આપ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here