કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ ઉમરાની પવિત્ર યાત્રા માટે મક્કા-મદીના જવા રવાના થયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરમાંથી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી ઉપરાંત મુસ્લીમ બિરાદરો મીની હજયાત્રા (ઉમરા) માટે કાલોલથી વાયા બોમ્બે થઈ મક્કા મદીના શરીફ રવાના થયા હતા મક્કા અને મદીના માટે મીની હજયાત્રા માટે જતા કાલોલના મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જીદના ઇમામ સહિત યાત્રિકોનું ગત મોડી સાંજે પ્રથમ તો ભવ્ય જૂલુંસ નીકળ્યુ હતું.અને નગરજનો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી ઇસ્લામ ધર્મમાં હજ અને ઉમરા નું અનેરું મહત્વ છે દરેક મુસ્લિમ બિરાદર એક વખત હજ કરવાનું સપનું જોતા હોય છે જ્યારે હજ એ મુસ્લિમ સમાજનું અનમોલ રત્ન પણ છે ઇસ્લામ ધર્મમાં એટલી ખુશ કિસ્મત કહેવાય છે કે હજ પડી પરત ફરનાર વ્યક્તિ જેવી રીતે માતાના પેટમાંથી બાળક જન્મે તેવી રીતે હજ પડવા જતા હજયાત્રીઓને રીત રસમમાં કોઈ ભૂલ ના થાય તેની તકેદારી રખાય છે જ્યારે ગતરોજ મસ્જિદના ઇમામ સીબતૈનરઝા અશરફી સાથે મોઇન અહેમદ વાઘેલા તથા અકરમખાન પઠાણ ને મીની હજયાત્રિક જતા આ યાત્રિકોને મુસ્લિમ સમાજે ફૂલહારથી સ્વાગત કરવા કાલોલ સ્થિત જુમ્મા મસ્જીદના પ્રાંગણ ખાતે બધા એકત્રિત થયા હતા અને તમામ લોકોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરી અને દુવા કરી નગરમાં ભવ્ય જુલૂસ કાઢી ભાવભીની વિદાય આપવામાં આવી હતી જ્યારે પોતાના પૂર્વજો અને મિત્રમંડળ દ્વારા તેઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here