કાલોલ નગરમાં જીઈબીના ધાંધીયા લોકો પરેશાન…

વારંવાર વીજળી ગુલ થતા સમગ્ર નગરવાસીઓને અસર.

કલોલ, (પંચમહાલ), તા.16/07/2020
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં ચોમાસાની કામગીરી દરમિયાન મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (જી.ઈ.બી) તરફથી જાહેર નોટીસ આપી ચોક્કસ તારીખે વીજ પુરવઠો બંધ કરવાની જાહેરાત કરી તે મુજબ વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે પરંતુ આવી જાહેરાત આપ્યા વિના વારંવાર આડેધડ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને કોઇપણ જાતની પૂર્વ નોટિસ વગર વીજ પુરવઠો યથાવત પણ કરી દેવામાં આવે છે જેને કારણે કાલોલના નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો અને બેંકમાં વ્યવહારો કરવાવાળા તમામ લોકોને અસર થાય છે. વધુમાં ઠંડા પીણાની દુકાન ધરાવતા તથા વીજળી આધારિત વ્યાપાર ધંધા રોજગાર કરતા લોકોને ભારે નુકસાન પણ થાય છે આ ઉપરાંત બેંકોમાં વીજ પુરવઠો બંધ થઇ જવાથી કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારોને પણ અસર પડે છે, વીજ પુરવઠો કોઈપણ જાતની નોટીસ આપ્યા વિના પૂર્વવત ચાલુ કરવાથી કેટલાય લોકોના વીજ ઉપકરણો પર લોડ વધવાના બનાવોને કારણે વીજ ઉપકરણો ઉડી જવાના પણ બનાવો બને છે. હાલમાં લગભગ દરરોજ એક બે કલાકના અંતરે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે જેના કારણે લોકો ભારે પરેશાન થઈ જવા પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here